31 C
Ahmedabad
Friday, May 17, 2024

વિધાનસભા ચૂંટણી : ગુજરાતમાં બીજેપી દ્વારા કેન્દ્રના શુસાનના 15 દિવસની ઉજવણી કરાશે


01 જૂન 2022ના રોજ કેન્દ્ર સરકારના 8 વર્ષ પુર્ણ થતા ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મુખ્યમંત્રી ફરી એકવાર એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા. સરકાર અને સંગઠનનો તાલમેલ નવા મંત્રીઓ અને સીએમ સાથેની સરકાર બનતા જોવા મળી રહ્યો છે.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને સીઆર પાટીલે મીડિયાને સંબોધન કરી વિવિધ કામગિરી અને યોજનાઓના લાભો ગણાવ્યા હતા. ખાસ કરીને અગાઉ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી એ પણ લોકો સાથે સીધો સંવાદ ગાંધીનગર ખાતે કર્યો હતો જેમાં 8000 લોકો ઉપસ્થિતિ થયા હતા. ત્યારે સંગઠન અને સરકારના કામો વધુ લોકો સુધી પહોંચે તેને લઈને ભાજપ પ્રદેશમાં વિવિધ કાર્યક્રમો કરશે અને મોદી સરકારના કેન્દ્રમાં થયેલી ઉજવણી પણ કરવામાં આવશે.

Advertisement

પત્રકાર પરિષદને સરકારે કરેલ વિવિધ કાર્યોની માહીતી આજે તેમને આપી હતી. ત્યારે કેન્દ્ર સરકારની આઠ વર્ષની કાર્યકાળની ઉજવણીના અનુસંઘાને ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા 15 દિવસ સુધી અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોને લઈને અગાઉ કારોબારી બેઠક મળી હતી તેને લઈને પણ ચર્ચા થઈ હતી ત્યાર બાદ તમામ બીજેપીની સાત મોરચા દ્વારા પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમોની રુપરેખા પણ ઘડવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં ભાજપ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો, કાર્યકર્તાઓ વગેરેને જવાબદારી પણ સોંપવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!