24 C
Ahmedabad
Thursday, May 2, 2024

PSI ભરતી વિવાદ : ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે બિનઅનામત વર્ગના ઉમેદવારોએ કર્યા ધરણા


PSI ભરતી વિવાદ મામલો ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે બિનઅનામત વર્ગના ઉમેદવારો એ ધરણાં કર્યા હતા.  1,382 ઉમેદવારો માટે PSI ભરતી પરીક્ષા  યોજાઈ હતી. જેમાં યોગ્ય ધારાધોરણ મુજબ ભરતી પ્રક્રિયા નાં થતા રોષ  જોવા મળ્યો હતો., જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 424 ઉમેદવરો જ્યારે મહિલા ઉમેદવારો માટે 191 જગ્યાઓ હતી.ભરતી પ્રક્રિયાના માધ્યમથી જનરલ કેટેગરીના પુરુષ અને મહિલા કુલ 1,845 ઉમેદવાર લેવાના હતા  પરંતુ 27 એપ્રિલે મેરીટ જાહેર થયું, જેમાં 190 ઉમેદવારો જ માત્ર જનરલ કેટેગરીના લેવાયા છે.

Advertisement

બાકીના 1,655 રિઝર્વ કેટેગરીના ઉમેદવારોનો જનરલ કેટેગરીમાં સમાવેશ થયો છે. કેટેગરી વાઈઝ 3 ગણા ઉમેદવારોનું મેરીટ બનાવવાનું હતું, પણ એવું ના થયું.  ભરતી બોર્ડ દ્વારા કુલ જગ્યાના 3 ગણા ઉમેદવારોનું લિસ્ટ બનાવાયુ છે. જે નોટિફિકેશન વિરુદ્ધ છે. ભરતી બોર્ડ અને સરકારમાં અમે રજૂઆત કરી છતાંય કોઈ ન્યાય નથી મળ્યો. અમે હાઇકોર્ટના શરણે ગયા, ત્યાંથી પણ 3 તારીખ સુનાવણી માટે આપી દેવાઈ છે. 5 જૂને ભરતી બોર્ડ કોલલેટર ઇસ્યુ કરશે.

Advertisement

12 તારીખે મુખ્ય પરીક્ષા છે, એવામાં કોર્ટ ઉમેદવારના પક્ષમાં નિર્ણય લે તો ઉમેદવારો તૈયારી કરી નહીં શકે. જનરલ કેટેગરીના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરે છે ત્યારે ફી લેવામાં આવે છે પરંતુ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેતી નથી, છતાંય એમનો સમાવેશ જનરલ કેટેગરીમાં કરી લેવામાં આવે છે, આ તમામ બાબતે વિચારવું જોઈએ તેમ ઉમેદવાર એ મીડિયા સમક્ષ તેમનો રોષ ઠાલવતા જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!