37 C
Ahmedabad
Thursday, May 2, 2024

વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર.. HNGU અમેરિકાની આ યુનિવર્સિટી સાથે MoU કરશે, શું થશે ફાયદો, જાણો


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી સમયમાં અમેરિકાના ફ્લોરિડા સ્થિત જાણીતી એવી મિયામી યુનિવર્સિટી સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે એમઓયુ કરવામાં આવશે. આ અંગેના ચક્રો ગતિમાન કરી દેવાયા હોવાનુ જાણવા મળ્યું હતું.

Advertisement

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા શૈક્ષણિક આદાનપ્રદાન અને રિસર્ચના હેતુ સાથે દેશ અને વિદેશની વિવિધ યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરવામાં આવી રહ્યા છે. તેના અંતર્ગત આગામી સમયમાં ઉ.ગુ. યુનિવર્સિટી યુએસએની મિયામી યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર કરવા આગળ વધી રહી છે.

Advertisement

આ અંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો.જે.જે.વોરાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા આગામી ટૂંક સમયમાં અમેરિકાના ફ્લોરિડા સ્થિત મિયામી યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવશે. આ અંગેની પ્રક્રિયા હાલમાં હાથ ધરવામા આવી છે. જાણવા મળતી માહિતી મુજબ યુનિવર્સિટી ઓફ મિયામી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બંન્ને પક્ષે એમઓયુ અંગે રસ દાખવવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાતની પાટણ યુનિવર્સિટી અને યુએસએની મિયામી યુનિવર્સિટી વચ્ચે પોલ્યુશન, એનવાયરમેન્ટ સાયન્સ, એગ્રીકલ્ચર તેમજ રિસર્ચ અને અન્ય સમાજ ઉપયોગી બાબતો અંગે સમજૂતી કરાર કરવામાં આવશે. એગ્રીકલ્ચરમાં ઓછા ખર્ચે અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી શકાય તે દિશામાં એમઓયુના માધ્યમથી યુનિવર્સિટી કામ કરશે. જેથી આ બાબતે એગ્રીકલ્ચર યુનિવર્સિટી દાંતીવાડા સાથે સહયોગ કરાશે એમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ પણ પોલેન્ડની વોર્સો યુનિવર્સિટી અને અમેરિકા (કેલિફોર્નિયા)ની એલિયાન્ટ યુનિવર્સિટી સાથે શૈક્ષણિક આદાનપ્રદાન અને રિસર્ચને લગતા એમઓયુ કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!