33 C
Ahmedabad
Tuesday, May 7, 2024

અરવલ્લી : અણદાપુરમાં જે જગ્યાએ 108 ને બોલાવી હતી તે જ જગ્યાએ પહોંચી, જીવના જોખમે રજૂઆત કેટલે અંશે વ્યાજબી..!!!


અરવલ્લી જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે કેટલાય ગામડાઓમાં રોડની સમસ્યાઓના વાતો સામે આવતી હોય છે આ વચ્ચે મોડાસા તાલુકાના અણદાપુરમાં સગર્ભા મહિલાને રોડ ના અભાવે ચાલતા 2 કિલો મીટર જવું પડ્યું હોવાના વીડિયો વાઈરલ થતાં તંત્ર દોડતું થયું હતું, પણ હવે આ સમગ્ર મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. ગ્રામજનો દ્વારા આરોગ્ય વિભાગને જણાવવામાં આવ્યું છે કે, 108 એમ્બ્યુલન્સને પ્રાથમિક શાળા સુધી જ બોલાવાઈ હતી, અને ત્યાંથી ગામ દોઢથી બે કિલો મીટર દૂર છે. રોડ બન્યો નથી તે કારણ ગ્રામજનોનું સાચું છે, પરંતુ 108 એમ્બ્યુલન્સ નથી જતી તે કારણ વ્યાજબી ન હોવાનું સ્પષ્ટ થયું છે.  ગ્રામજનો 108 એમ્બ્યુલન્સને પ્રાથમિક શાળા સુધી જ બોલાવે છે અને 108ની ટીમ પણ જે જગ્યાએ બોલાવે છે ત્યાં જ પહોંચી જાય છે.

Advertisement

ગ્રામજનોએ આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી, સાંભળો આરોગ્ય વિભાગે શું કહ્યું..

Advertisement

મોડાસા તાલુકાના અણદાપુર ગામે રોડ ન હોવાની રજૂઆત ગ્રામજનોએ કેટલીય વાર કરી હતી, પણ રોડ કાચો હોવાથી ચોમાસાના સમયમાં હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું, પણ સગર્ભા મહિલાના સ્વસ્થ્ય સાથે ચેડા કરીને આવી તો કેવી રીતે રજૂઆત કરી શકાય તે એક સવાલ છે. રોડ બનાવવાની રજૂઆત કરવી તે લોકોનો હક છે પણ કોઇનો જીવ જોખમમાં મુકીને આવી રીતે તંત્ર સુધી રજૂઆત પહોંચાડવી તે કેટલે અંશે વ્યજબી તે ચિંતાનો વિષય છે.

Advertisement

રોડના અભાવે સગર્ભા મહિલાએ ગામથી પ્રાથમિક શાળા સુધી દોઢ કિલો મીટર ચાલતા જઇ એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડ્યું હતું જેનો વીડિયો વાઈરલ થયા પછી તાત્કાલિક જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમ અણદાપુર ગામે પહોંચી જાતમાહિતી મેળવી હતી અને આ બાબેત તાત્કાલિક યોગ્ય કાર્યવાહી થાય તે બાબતે દરખાસ્ત માર્ગ અને મકાન વિભાગમાં રજૂ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા પંચાયત ઇજનેર આર.કે.વસાવાએ જણાવ્યું હતું.

Advertisement

સાંભળો માર્ગ અને મકાન વિભાગ ઇજનેર એ શું કહ્યું..

Advertisement

શું હતો સમગ્ર મામલો, તે પણ જાણો
મોડાસા તાલુકાના અણદાપુર ગામે 5 જૂનના રોજ પરોઢના સમયે ગામની એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને ફોન કરવાયો હતો, જેને લઇને એમ્બ્યુલન્સ પહોંચી હતી, ત્યારે રસ્તાના અભાવે મહિલાને 108 એમ્બ્યુલન્સ સુધી દોઢ કિલો મીટર સુધી ચાલતા જવું પડ્યું હતું, જેને લઇને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી, આ સમગ્ર ઘટનાને લઇને જિલ્લા પંચાયતના અધિકારીઓ ગામની મુલાકાત કરી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ગામમાં છેક સુધી ગાડી જઇ શકે એમ છે, પણ વીડિયો વાઈરલ થતાં સમગ્ર મામલો તૂલ પકડવા લાગ્યો હતો. પણ સવાલ એ છે કે, કોઇ સગર્ભા મહિલાનો જીવ જોખમમાં મુકી આવી રીતે રસ્તાની માંગ કરવી કેટલે અંશે વ્યાજબી છે..? જો સગર્ભા મહિલાના જીવનો જોખમમા મુકાતો, આ માટે જવાબદાર કોણ રહેતું તે પણ સવાલો ઉઠતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!