36 C
Ahmedabad
Tuesday, May 21, 2024

લોકસભા પેટા ચૂંટણી: રામપુરથી સપાએ આસિમ રાજાને ઉમેદવાર બનાવ્યા, આઝમ ખાને કરી જાહેરાત


રામપુર લોકસભા પેટા ચૂંટણીમાં સપા તરફથી આસિમ રાજા ઉમેદવાર હશે. આઝમ ખાને સપા કાર્યાલય દારૂલ આવામ પર કાર્યકર્તાઓ વચ્ચે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. આ પહેલા ચર્ચા હતી કે સપા રામપુરથી આઝમ ખાનના પત્ની તંજીન ફાતિમાને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે.

Advertisement

આસિમ રાજા રામપુરના સપા નગર અધ્યક્ષ છે. તે આજે જ ઉમેદવારી પત્ર ભરશે. રામપુર અને આઝમગઢ લોકસભા બેઠક પર 23 જૂને પેટા ચૂંટણી યોજાશે જ્યારે તેના પરિણામ 26 જૂને જાહેર થશે.

Advertisement

અખિલેશ- આઝમ ખાનના રાજીનામા બાદ ખાલી પડી હતી બેઠક
આઝમગઢ બેઠક અખિલેશ યાદવ અને રામપુર બેઠક આઝમ ખાનના લોકસભા સભ્ય પદેથી રાજીનામા બાદ ખાલી પડી હતી. બન્ને નેતાઓએ યૂપી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ લોકસભામાંથી રાજીનામુ આપ્યુ હતુ. અખિલેશ યાદવ મૈનપુરીની કરહલ બેઠકથી જ્યારે આઝમ ખાન રામપુરથી ધારાસભ્ય ચૂંટાયા હતા.

Advertisement

આઝમગઢથી ધર્મેન્દ્ર યાદવને મળી શકે છે ટિકિટ
આઝમગઢથી ધર્મેન્દ્ર યાદવને ટિકિટ મળી શકે છે. આ પહેલા ચર્ચા હતી કે અખિલેશ યાદવ આઝમગઢથી બામસેફના સંસ્થાપક સભ્યમાં રહેલા બલિહારી બાબૂના પુત્ર સુશીલ આનંદને ટિકિટ આપી શકે છે. ચર્ચા હતી કે દલિત વોટને લઇને અખિલેશ યાદવ મોટો દાંવ રમી શકે છે પરંતુ તેની પર મોહર લાગી શકી નહતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!