33 C
Ahmedabad
Tuesday, May 21, 2024

BSF માં નોકરી લાલચ આપી લાખ્ખો રૂપિયા ખંખેરનાર બાયડ આંટીયાદેવના ચિરાગ પટેલ જેલના સળિયા પાછળ :જીલ્લા LCB પોલીસે દબોચ્યો


ગુજરાતીમાં કહેવત છે “લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે” તેમ વગર જાહેરાત,અરજી,ઈન્ટરવ્યુંએ સરકારી નોકરીની લાલચમાં આવી અનેક લોકો લાખ્ખો રૂપિયા ગુમાવવાનો વારો આવતો હોય છે બેરોજગાર યુવક-યુવતીઓ છેતરાયા પછી પારાવાર પસ્તાવો કરવા સિવાય કઈ બચતું નથી આવી જ એક ઘટનામાં બાયડ તાલુકાના આંટીયાદેવ ગામના અને આણંદ રહેતા શખ્સે ઇડર ઝૂમસર ગામના શખ્સને તેના માસા બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં મોટી પોસ્ટ પર હોવાનું જણાવી તેના પુત્ર અને સગા-સબંધીને બીએસએફમાં નોકરીની લાલચ આપી 15 લાખથી વધુ રૂપિયા ખંખેરી લેતા ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા સમગ્ર કેસની તપાસ એલસીબી પોલીસને સુપ્રત કરતા એલસીબી પોલીસે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે બેરોજગાર યુવાનોને બીએસએફમાં નોકરીની લાલચ આપી ઠગી લેનાર બાયડ આંટીયાદેવના ચિરાગ અતુલ પટેલ (હાલ,રહે. અજરપુરા શેઠવાળું ફળિયું-આણંદ) ને દબોચી લઇ બેરોજગારોને સરકારી નોકરીની લાલચ આપી અન્ય કોઈ યુવકો સાથે ઠગાઈ કરી છે કે નહીં તેમજ આ ગેંગમાં અન્ય કોઈની સંડોવણી સહીત સઘન પૂછપરછ હાથધરી છે

Advertisement

શું છે સમગ્ર બનાવ વાંચો..કઈ રીતે ચિરાગ પટેલે ઇડર ઝૂમસરના શખ્સ અને તેના સબંધીઓને ખંખેર્યા

Advertisement

બાયડના આટીયા દેવના યુવકે પોતાના માસા આર.ઓ. પટેલ બીએસએફમાં મોટા અધિકારી હોવાનું તરકટ રચી ઇડરના ઝૂમસરના ખેડૂતના પુત્રો અને સગા-સંબંધીઓને બીએસએફમાં સેટિંગ્સ કરી નોકરીની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેમની પાસેથી જુદા સ્થળે અને બેંક ખાતા દ્વારા રૂ. 15,09,180 પડાવી વિશ્વાસઘાત કરી ઠગાઈ આચરતાં આટીયા દેવના ચિરાગ અતુલભાઇ પટેલ વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપાઈ હતી

Advertisement

ઇડરના ઝૂમસરના ઇશ્વરભાઇ તરારને વિશ્વાસમાં લઈ આટીયા દેવના ચિરાગ પટેલે પોતાના માસા આર. ઓ. પટેલ બીએસએફમાં મોટા અધિકારી હોવાની ઓળખાણ આપીને પોતે બીએસએફમાં રૂપિયાથી સેટિંગ કરી નોકરી લગાવી આપતો હોવાનું કહીને તેમને વિશ્વાસમાં લઇ પોતાના માસાનું ખોટું નામ ધારણ કરીને ખેડૂત ઇશ્વરભાઇના પુત્ર તેમજ તેમના સગા સંબંધીઓના પુત્રો અને મિત્રોના દીકરાઓને નોકરી આપવાની લાલચ આપીને પોતાના પિતા અતુલભાઇ ડી. પટેલના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં એક વર્ષ દરમિયાનના જુદા જુદા સમયે રૂ.720260 મેળવી લઈ ભિલોડા તેમજ ચિલોડામાં જુદા જુદા સમયે રૂ. 641140 રોકડા મેળવી તેમજ આ છેતરપિંડીના ગુનામાં અન્ય લોકો પાસેથી રૂ.101380 મેળવીને ખેડૂત ઇશ્વરભાઇ પાસેથી પોતાની પત્ની ગર્ભવતી હોવાનું બહાનું બતાવીને રૂ. 33000 પણ પડાવ્યા હતા.

Advertisement

તેમને વિશ્વાસમાં લઈ વધુમાં અન્નક્ષેત્રમાં રૂપિયા જમા કરાવવાનું બહાનું બતાવીને એસબીઆઇના ખાતામાં રૂ. 13400 મેળવી કુલ રૂ.15,09,180 પડાવી લઇ ચિરાગ પટેલે લોકોને પૈસા પરત ન આપી અવાર-નવાર ખોટા બહાના બતાવી તેમની સાથે વિશ્વાસઘાત કરી ખોટા દસ્તાવેજ બનાવી ઠગાઈ કરતાં ઇશ્વરભાઇ ધુળાભાઈ તરાર ઠાકોર રહે. ઝૂમસર તા. ઈડરે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચિરાગભાઈ અતુલભાઇ પટેલ ખાનગી નોકરી રહે. આટીયાદેવ પોસ્ટ-દખક્ષણેશ્વર તા. બાયડ હાલ રહે અજરપુરા શેઠવાળું ફળિયું આણંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ એલસીબી પીઆઇ સી.પી. વાઘેલાને તપાસ સુપ્રત કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!