37 C
Ahmedabad
Thursday, May 9, 2024

‘ભરતનાટ્યમ’ માટે મોડાસા પાલિકાએ ખૂંટિયા રસ્તે ઉતાર્યા, ચાર રસ્તા પોલિસ ચોકી સામે બીજો શો, પોલિસ બોલાવવી પડી..!!!


મોડાસા નગર પાલિકાએ નાગરિકોની ચિંતા છોડી દીધી, ચાર રસ્તા પર 3 ખૂંટિયાઓનું ‘ભરતનાટ્યમ’

Advertisement

મોડાસા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગોય છે કે, પાલિકા કોઇકનો જીવ જોખમમાં ન મુકાય તેની રાહ જોઇ રહી હોય તેવું લાગે છે. છેલ્લા બે દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખૂંટિયા રાજ હોય તેવું લાગી રહ્યું છે અને ભર બજારે દોડા-દોડી કરતા નજરે પડી રહ્યા છે, પણ પાલિકાના પેટનું પાણી જ નથી હલતું.

Advertisement

હવે પોલિસ રખડતા ઢોરને હટાવશે તો પાલિકા શું કરશે.. ?

Advertisement

જનતા ઉવાચ : પાલિકા માત્ર વેરો જ ઉઘરાવશે કે શું.. ?

Advertisement

બે દિવસ પહેલા મોડાસાના ડીપ વિસ્તારમાં અડધા કલાક સુધી બે ખૂંટિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, ત્યારબાદ 9 જૂનના રોજ મોડી રાત્રે મોડાસા નગર પાલિકાના મહાલક્ષ્મી ટાઉન હોલ નજીક ત્રણ જેટલા ખૂંટિયાઓએ ચાર રસ્તાને બાનમાં લીધુ હતું, જેને લઇને શહેરીજનોના વાહનો તો શું પણ પોલિસના વાહનોને પણ નિકળવું મુશ્કેલ પડ્યું હતું.

Advertisement

મુખ્ય ચાર રસ્તા પર ગુરૂવાર મોડી રાત્ર ત્રણ જેટલા ખૂંટિઓ રસ્તા પર દોડા-દોડી કરતા કેમેરામાં કેદ થયા હતા, જેનો વીડિયો મેરા ગુજરાતના કેમેરામાં કેદ થયો છે, જો પોલિસના કર્મચારીઓએ સમય સૂચકતા ન દાખવી હોત તો ખૂંટિયાઓ કોઇ વ્યક્તિ માટે જોખમી સાબિત થઇ શકત. પણ સવાલ એ થાય છે કે, પાલિકાની જવાબદારી માત્ર વેરો ઉઘરાવવાની જ છે કે શું તેવી ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે.

Advertisement

ડીપ વિસ્તાર પછી ચાર રસ્તા અને હવે ત્રીજો શો ક્યાં થશે…?
મોડાસાના ડીપ વિસ્તારમાં ખૂંટિયાઓનો પ્રથમ શો યોજાયો હતો ત્યારબાદ 9 જૂનના રોજ મોડી રાત્રે પાલિકાના મહાલક્ષ્મી ટાઉન હોલ નજીક બીજો શો યોજાયો હતો અને હવે ત્રીજો શો ક્યાં યોજાશે તેના પર મંથન ચાલી રહ્યું છે. આ અંગે પાલિકાને પૂછીને જાણી શકાશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રથમ અને બીજા શો નું બંપર ઓપનિંગ બાદ ત્રીજા શો માટે વિચારણાઓ ચાલી રહી છે, આવા વ્યંગ હવે પાલિકા પર થવા લાગ્યા છે. એટલું જ નહીં ખૂંટિયા દ્વારા યોજનામાં આવતા ભારતનાટ્યમ હવે મોડાસાના માર્ગો પર જોવા મળી રહ્યું છે.

Advertisement

સેનેટરી વિભાગ છેલ્લા કેટલાય સમયથી આળસ ખાતું હોવાની લોકચર્ચા…!!

Advertisement

સેનેટરી વિભાગ સદંતર નિષ્ફળ
મોડાસા નગર પાલિકાની જવાબદારી લોકોની સેવા અને લોકોનું હિત જાળવવાની છે નહીં કે, માત્ર વેરો ઉઘરાવવો. હવે તો સેનેટરી વિભાગના અધિકારીઓ પણ ઘી-કેળાં શોધવામાં મસ્ત બની ગયા છે એટલે બીજી કામગીરી શું કરવી તે ભૂલી ગયા છે. શહેરમાં રખડતા ઢોરને હટાવવાની વાત હોય કે શહેરને સ્વચ્છ રાખવાની અથવા તો અખાદ્ય મીઠાઓ પર અંકુશ લાવવો તમામ મુદ્દે સેનેટરી ઇન્સ્પેક્ટર ઊંધા માતે જોવા મળ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. રખડતા ઢોર કોઇ વ્યક્તિને અડફેટે લેશે તો જવાબદાર કોણ તે એક સવાલ છે.

Advertisement

અધિકારીઓ અને હોદ્દેદારો નગરચર્યાએ નિકળે તો ખ્યાલ આવે કે વાસ્તવિકતા શું છે
પૌરાણિક સમયમાં રાજાઓ નગરની સ્થિતિ જાણવા અને તેમના વિશે લોકો શું વિચારે છે તે જાણવા તેઓ જાતે જ નિકળતા હતા, જેને નગરચર્યા કહેતા હતા, જેથી રાજા જાણી શકતા કે ખરેખર લોકોને શું મુશ્કેલીઓ પડી રહી છે. પણ હવે તો અધિકારીઓ હોય કે ચૂંટાયેલા હોદ્દેદારો આ લોકોને ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર જ દેખાય છે. બાકી વિકાસના નામે ગ્રાન્ટ લેવાની હોય તો બહુ તો બહુ ગાંધીનગર સુધી ચક્કર માર્યા કરે. પણ આવા અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને માટે નગરચર્ચાના બહાને ઉનાળામાં ગોલો ખાવા તો જાઓ, તો લોકો તમને જુએ કે, આ આપણા નગરના અધિકારી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, જેમની સામે આવા રખડતા ઢોર ભરતનાટ્યમ કરે તો જરા જુએ તો ખરા..

Advertisement

મોડાસા ચાર રસ્તાને બાનમાં લેતા ખૂંટિયા, જુઓ વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!