33 C
Ahmedabad
Thursday, May 2, 2024

શાળા ખુલતાં સ્ટેશનરીમાં 25%, સ્કૂલ ડ્રેસમાં 50% નો ભાવ વધારો


શાળા ખુલતાં સ્ટેશનરીમાં 25%, સ્કૂલ ડ્રેસમાં 50%નો ભાવ વધારો બાળકોના ભણતરનો વાલીઓને ભાર : વધી રહેલી મોંઘવારીના પગલે ભણતર મોંઘુ બન્યું બોર્ડના પરિણામો જાહેર થતાની સાથે મોટાભાગની શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે ઉચ્ચ ધોરણમાં આવેલ બાળક માટે સ્ટેશનરી અને સ્કૂલ ડ્રેસ ખરીદવા નીકળતા વાલીઓ સ્ટેશનરી અને સ્કૂલ ડ્રેસ ના વધેલા ભાવો જોઇ તોબા પોકારી ઉઠ્યા છે. સતત વધી રહેલા મોંઘવારીના મારની સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જરૂરી સામગ્રીના ભાવમાં કમ્મરતોડ વધારો નોંધાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. વર્ષ 2021 માં સ્ટેશનરી માં જે ભાવ હતો, તેમાં સરેરાશ 25 ટકાના વધારો નોંધાયો છે. જ્યારે સ્કુલ ડ્રેસમાં સરેરાશ 50 ટકાનો ભાવ વધારો થતા બાળકોને ભણાવવા માટે હવે વાલીઓને પેટે પાટા બાંધવાના દિવસો આવ્યા છે. દેશમાં સતત વધી રહેલા મોંઘવારીને કારણે લોકો પરેશાન છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ, દૂધ, ઘીમાં ભાવ વધારો થયો થતા સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાયું છે. હજુતો બજેટ સેટ થાય તે પહેલા જ બાળકોનું ભણતર પણ મોંઘુ બનતા વાલીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. ગત વર્ષે રૂ.20ના ભાવે મળતી નોટબુક ચાલુ વર્ષે રૂ.25 ની થઇ ગઇ છે. કંઈક એજ રીતે ચોપડા, કંપાસ, પેન્સિલ, ફુટપટ્ટી, વગેરેના ભાવ વધ્યા છે. A4 સાઇજના (100 નંગ) પેપર ગત વર્ષે રૂ.160 માં મળતા હતા, જેમાં ભાવ વધારો થઈ ચાલુ વર્ષે રૂ.200 થઇ ગયા છે. સ્વાભાવિક છેકે સ્ટેશનરી, ચોપડા, ડ્રેસમાં ભાવ વધારા સામે સામાન્ય વ્યક્તિની આવકમાં કાળી પાઇનો વધારો થયો નથી. અભ્યાસક્રમના ચોપડાનો હજુ 30 ટકા જથ્થો આવ્યો નથી સરકારમાંથી પાઠ્યપુસ્તકોનો પુરો જથ્થો મળતો નથી. 30 ટકા પાઠ્યપુસ્તકો હજુ આવ્યા નથી. સરકારમાં વાત કરી છે, આવતા અઠવાડીયામાં બધું ઠીક થઈ જશે તેમ કહે છે. અન્ય ચીજવસ્તુઓમાં બાવ વધારો થયો છે, પરંતુ પાઠ્યપુસ્તકોના ભાવમાં નોંધપાત્ર વધારો નથી. > શૈલેશભાઈ શાહ, ચેરમેન, ચરોતર બુક સેલર્સ સ્ટેશનર્સ સહકારી મંડળી અસહ્ય મોંઘવારીમાં બાળકોને કેવી રીતે ભણાવવા તે પ્રશ્ન છે પહેલા પેટ્રોલ, ડિઝલમાં ભાવ વધારો થયો. પછી દુધ, છાશ, ઘીમાં વધારો થયો. જે બાદ વિદ્યાર્થીના એડમિશન લેવા ગયા ત્યારે ફિમાં વધારો થયો. હવે જ્યારે વિદ્યાર્થીઓ માટે નોટબુક-ચોપડા લેવા આવ્યા છીએ ત્યારે તેમાં પણ અસહ્ય ભાવ વધારો છે.> મિત્તલબેન પટેલ, વાલી છેલ્લા 2 વર્ષમાં ભાવ વધારાની સ્થિતિ સ્ટેશનરી 2021 2022 (1 નંગ) નોટબુક 20 25 ચોપડો 25 35 કંપાસ 65 80 પેન્સિલ 5 6 ફૂટપટ્ટી 5 6 172 પેજ ચોપડો 35 40 A4 સાઇઝ કાગળ (100) 160 200 તૈયાર સ્કૂલ ડ્રેસ 500 700 બુટ 150 300 સ્કૂલ બેગ 250 350 *ચીજ વસ્તુમાં ગુણવત્તા મુજબ ભાવ વધ-ઘટ હોઇ શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!