36 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની પવનદેવ સાથે ધમાકેદાર પધરામણી, ભિલોડા પંથકમાં વૃક્ષો ધરાશાયી


ગુજરાતમાં ચોમાસાની જે રાહ જોવામાં આવી હતી, તેનો આતુરતાપૂર્વક અંત આવ્યો છે, રાજ્યના ઘણાં 15 થી વધારે જિલ્લાઓમાં મેઘરજાની પધરામણી થઇ ચૂકી છે કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો હતો.

Advertisement

અરવલ્લી જિલ્લામાં પણ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો હોય તેમ શનિવાર મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા, મરડિયા, મોતીપુરા, જંબુસર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ મેઘરજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.

Advertisement

તો મેઘરજના ઇસરી, જીતપુર અને રેલ્લાવાડા સહિતના વિસ્તારોમાં પણ ધમાકેદાર મેઘરાજાની પધરામણી જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો હતો. મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાઓથી લોકો પરેશાન થયા હતા ત્યારે વરસાદથી ખેડૂતો તેમજ લોકોમાં ખુશી પ્રસરી છે.

Advertisement

ભિલોડા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, રવિવારના રોજ મોડી રાત્રે સુનોખ, વશેરાકંપા સહિતના ગ્રામ્ય પંથકમાં માં વરસાદી માહોલ જામ્યો હતો. ભિલોડા પંથકમાં પણ ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વીજ વાયર ને નુકસાન થયું હતું તો કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટનાઓ સામે આવી છે. પ્રથમ વરસાદને લઇને જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!