29 C
Ahmedabad
Monday, April 29, 2024

બુટલેગરો અને પોલીસની રેસમાં LCB પોલીસ હાવી : માલપુરના સોમપુર નજીક I-20 કારમાંથી 1.63 લાખના દારૂ સાથે બે બુટલેગરને ઝડપ્યા


દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. પોલીસ દર વર્ષે કરોડોનો દારૂ પકડે છે અને પોલીસથી બચવા બુટલેગર જીવ સટોસટની બાજી દાવ પર લગાવતા હોય છે અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે આઈ-20 કારનો ફિલ્મી ઢબે પીછો કરતા કાર સોમપુર ત્રણ રસ્તા નજીક રોડ સાઈડ ખેતરમાં પલ્ટી ખાઈ અટકી જતા કારમાંથી 1.63 લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાની બે બુટલેગરોને દબોચી લીધા હતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.બી.ભગોરા અને તેમની ટીમે માલપુર-મોડાસા હાઈવે પર સોમપુર ત્રણ રસ્તા નજીક વાહનોનું સઘન ચેંકિંગ હાથધરતા એક શંકાસ્પદ ઝડપ સાથે આવતી આઈ-20 કારને અટકાવવાનો પ્રયત્ન કરતા નાકાબંધી જોઈ બુટલેગરે કાર રિવર્સ લઈ રોડ પર હંકારી મુકતા એલસીબી પોલીસે કારનો પીછો કરતા રોડ પર ફિલ્મી રેસ જેવા દ્રશ્યો સર્જાયા હતા કાર ચાલક બુટલેગરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ ખેતરમાં પલ્ટી ખાઈ સીધી થઇ ઉભી રહેતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-436/- કીં.રૂ.163050/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર ભંવરલાલ માધુજી મીણા (રહે,ધૂનીખાકલ-ઉદેપુર) અને કાંતિલાલ રામલાલ ભગોરા (રહે,ચુંડાવાડા-બિછિવાડા) ને દબોચી લઇ પોલીસે વિદેશી દારૂ,મોબાઈલ અને કાર મળી 6.73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એલસીબી પોલીસે બંને બુટલેગરોની સઘન પૂછપરછ હાથધરી હતી

Advertisement

અરવલ્લી એલસીબી પોલીસના હેડકોન્સ્ટબલ કલ્પેશસિંહ કરણસિંહની ફરિયાદના આધારે માલપુર પોલીસે ભંવરલાલ માધુજી મીણા (રહે,ધૂનીખાકલ-ઉદેપુર) અને કાંતિલાલ રામલાલ ભગોરા (રહે,ચુંડાવાડા-બિછિવાડા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!