29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

ચૂંટણી વહેલી યોજાવાની વાતો પર પૂર્ણવિરામ મૂકતા C R Patil, ચૂંટણી વિભાગ દ્વારા નિયત સમયે યોજશે


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલી યોજનાને લઇને અનેક અટકળો ચાલી રહી હતી અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી વહેલી યોજનાને લઇને અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હતા. આ વચ્ચે મોડાસાની મુલાકાતે પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપતા જણાવ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયસર યોજાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી વહેલા યોજવા અંગે કોઈ જ માંગ કરવામાં ન આવી હોવાનું પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું કે, અન્ય કોઈ પાર્ટી દ્વારા પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલી યોજવા માટે રજૂઆત કરી હોય તેવું તેમના ધ્યાને નથી.

Advertisement

વન ડે, વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કેવા પ્રકારની કામગીરી કરવી તે અંગે બેઠકોનો દોર યોજ્યો હતો. અલગ-અલગ આગેવાનો, ધાર્મિક ગુરુઓ, ઉદ્યોગપતિઓ તેમજ પ્રોફેશન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને વેપારીઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી. બેઠકો યોજીને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવી હતી.

Advertisement

મોડાસા ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ચૂંટણી યોજવી એ ચૂંટણી વિભાગની કામગીરી છે અને આ અંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇ જ માંગ કરવામાં આવી નથી.

Advertisement

સાંભળો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શું કહ્યું..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!