35 C
Ahmedabad
Wednesday, May 15, 2024

નરેશ પટેલના રાજકારણમાં ન જોડાવાના નિર્ણય પર C R Patil નું નિવેદન, કહ્યું, તેમનો વ્યક્તિગત નિર્ણય


ખોડલધામના આગેવાન અને પાટીદરા અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં ન જોડાવાના નિર્ણય પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, તેમનું રાજકારણણમાં ન આવવું તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વન ડે, વન ડિસ્ટ્રિક્ટ અંગર્તગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગુરૂવારના રોજ મોડાસા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયાના સવાલના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

Advertisement

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, નરેશ પટેલ સક્ષમ વ્યક્તિ છે, તેમણે જણાવ્યું કે, સમાજ અને વિવિધ સંસ્થાઓ સાથે વિચાર વિમર્ષ કર્યો હતો અને ખોડલધામ ધાર્મિક સંસ્થાના વડા તરીકે કામ કરે છે માટે આ નિર્ણય લીધો હોઇ શકે છે, માટે આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે.

Advertisement

સાંભળો સી.આર.પાટીલે શું કહ્યું…

Advertisement

નરેશ પટેલ સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને લેઉઆ પાટીદારના શ્રદ્ધા કેન્દ્ર એવા ખોડલધામના વડા છે. ઘણાં સમયથી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો ત્યારે નરેશ પટેલના કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની અટકળો ચાલતી હતી, એટલું જ નહીં આપ પાર્ટીમાં પણ જાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે હવે તેમણે રાજકારણમાં નહીં જોડાવાનો નિર્ણય કરતા મોડાસાની મુલાકાતે પહોંચેલા પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!