37 C
Ahmedabad
Monday, May 6, 2024

અરવલ્લી જિલ્લામાં ઇ-મેમો નહીં ભરનાર સામે થઇ શકે છે કાર્યવાહી, જાણો કાર્યવાથી બચવા શું કરશો


અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમન અને ક્રાઈમ રેશિયો ઘટાડવા મોડાસા શહેરમાં સીસીટીવી લગાવ્યા છે, જેનાથી ટ્રાફિક પર નજર રાખી શકાય છે અને જો કોઇ વાહન ચાલક ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો ઇ-મેમો ઇશ્યુ કરવામાં આવતો હોય છે, પણ 12,500 વાહન ચાલકોએ હજુ ઇ-મેમો ભર્યો નથી, જેમની સામે કાર્યવાહી થઇ શકે એમ છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા શહેરમાં વર્ષ 2020 થી CCTV કેમેરા મારફ્તે ઇ-ચલણ આપવાની શરૂઆત કરેલ છે. અરવલ્લી જિલ્લા ખાતે આજ દિન સુધી ટ્રાફિક નિયમન ભંગ બદલ કુલ 19,300 થી વધુ ઇ-ચલણ જનરેટ થયેલ છે. જે પૈકી આજ-દિન સુધી કુલ 7,000 થી વધુ ઇ-ચલણ ભરપાઇ થયેલ છે. તો 12,500 થી વધુ ઇ-ચલણના કેસ માં દંડની રકમ ભરપાઇ થયેલ નથી. જે અન્વયે હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ઇ-ચલણ બાકીદારો સામે કડક કાર્યવાહી કરી દંડની રકમ ભરપાઇ કરાવવા ગુજરાત પોલીસને સુચના આપી છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ દ્વારા દંડની રકમ વસુલાત કરવામાં આવનાર છે.

Advertisement

આગામી દિવસોમાં લોક-અદાલતનું આયોજન થવાનું છે ત્યારે બાકી રહેલા ઇ-ચલણ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જો કોઇ વાહન ચાલક લોક-અદાલત પછી પણ ઇ-ચલણ નહીં ભરે તો તેની સામે કોર્ટ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

ઇ-ચલણ કેવી રીતે જોઇ શકાય અને કેવી રીતે ઓનલાઈન ભરવું છે તે જાણો

Advertisement

ઇ-ચલણ દંડની રકમ ઓનલાઇન ભરવા માટે વેબ સાઇટ : https://echallanpayment.gujarat.gov.in/
પર ભરી શકાય છે. તેમજ આ વેબસાઈટ પર આપના વાહનનો ઇ-મેમો આવેલ છે કે નહી તે પણ જાણી શકાય છે.
ઇ-ચલણ દંડની રકમ ઓફલાઇન : નેત્રમ શાખા, એસ.પી કચેરી, જિલ્લા સેવા સદન પરીસર, મોડાસા ખાતે રોકડમાં ભરી શકાય છે. વધુ માહિતિ માટે ફોન નં: 02774-250118 અથવા ccc-arv@gujarat.gov.in પર ઇ-મેઇલ દ્વારા સપર્ક કરવો. ઇ-મેમો તાત્કાલિક ભરશો તો પોલિસ અને કોર્ટની કાર્યવાહીથી બચી શકો છો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!