43 C
Ahmedabad
Sunday, May 19, 2024

Mera Gujarat એ જગન્નાથના લોકોને ઘરે બેઠા કરાવ્યા દર્શન, નગરચર્યાએ જગતના નાથ, પોલિસ ખડેપગે રહી


રંગેચંગે ઢોલ નગારાંના નાદે અને ભજન મંડળીના સાથે ભક્તોને દ્વાર પહોંચ્યા જગતના નાથ

Advertisement

અરવલ્લીના મોડાસા ખાતે યોજાઇ ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા યોજવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. પ્રથમવાર મોડાસા શહેરમાં જગન્નાથજીનો રૂટ બદલવામાં આવ્યો હતો અને રૂટને 6 કિલો મીટર લંબાવવામાં આવતા મેઘરજ રોડ અને માલપુર રોડના રહીશોને જગન્નાથના દર્શનનો લ્હાવો ઘરે બેઠા મળ્યો હતો. મોડાસાના બાલકદાસજી મંદિર ખાતેથી ભગવાનની રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરની યાત્રાએ નીકળ્યા.

Advertisement

Advertisement

ઢોલ નગારા, DJ ના તાલ, ભજન મંડળીમાં ભક્તોનો ઉત્સાહ, ઘોડેસવાર અને પોલીસના બંદોબસ્ત વચ્ચે નીકળી જગતના તાતની સવારી. શોભાયાત્રા, ભજન મંડળી, અખાડા, વિવિધ ઝાંખી રથયાત્રાના મુખ્ય આકર્ષણ બની.પોતાના દ્વારે આવેલા ભગવાનની લોકોએ આનંદ ઉલ્લાસ સાથે સ્વાગત કર્યું.ભક્તોને મગ અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. ઠેર ઠેર રથયાત્રામાં જોડાયેલ ભક્તો માટે છાસ, પાણી, શરબતના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. આ સાથે સાથે વૃક્ષારોપણનો પ્રોત્સાહન આપવા માટે રથયાત્રામાં પ્રસાદ તરીકે વૃક્ષોના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે અમને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter and Koo પર ફોલો કરો

Advertisement

મોડાસાના બાલકદાસજી મંદિરથી નિકળેલી રથયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા  ડીપ વિસ્તાર, માલપુર રોડ, મેઘરજ રોડ, ઉમિયા મંદિર, માલપુર રોડ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ચા-પાણી, છાશ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મોડાસા ચાર રસ્તા પર કોમી એખલાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવી હતી.

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ વડા, મોડાસા પાલિકા પ્રમુખ અને શહેરીજનોએ આવકારી

મોડાસા શહેરમાં અષાઢી બીજના દિવસે યોજાયેલી રથયાત્રામાં 350 જેટલા પોલિસ કર્મચારીઓ ખડેપગે રહીને રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે પોતે જગન્નાથના રૂટ પર પોતાની ફરજ બજાવી હતી. જિલ્લા પોલિસની અલગ અલગ ટીમ દ્વારા લોકોની સુરક્ષાની ચિંતા કરી જિલ્લા પોલિસ વડા અને નાયબ પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ તમામ જગ્યાએ પોલિસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Advertisement

ડીપ વિસ્તારથી મોડાસા ચાર રસ્તા સુધી રથયાત્રા Live

Advertisement

મેઘરજ રોડ પર રથયાત્રા Live

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!