43 C
Ahmedabad
Sunday, May 19, 2024

હિંમતનગરના સવગઢ ગ્રામપંચાયતના સરપંચ પર મનરેગાની દસ લાખ રૂપિયા ની ગ્રાન્ટના કૌભાંડનો આક્ષેપ


ગ્રામ પંચાયતોની ચૂંટણી હજુ જાહેર નથી થઈ અને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ ચાલુ સરપંચો પર આક્ષેપોનો મારો શરૂ કરી દીધો છે.જેમાં હિંમતનગર તાલુકાના સવગઢમાં મનરેગાના દસ લાખ રૂપિયા સરપંચે પચાવી પાડ્યા હોવાના આક્ષેપના મામલે હવે નવો વળાંક આવ્યો છે.

Advertisement

હિંમતનગર તાલુકાના સવગઢ ગામે આકાર લઈ રહેલું તળાવનું બ્યુટીફિકેશન અને ક્રિકેટ સ્ટેડિયમમાં મનરેગા યોજના હેઠળ 10 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું સરપંચ વિરુદ્ધ કેટલાક લોકોએ આક્ષેપ કર્યા છે. જેમાં મનરેગાના કામ જે.સી.બીથી કરાવી અને શ્રમિકોના એકાઉન્ટમાં પૈસા નાખી ઉપાડી લીધા હોવાનું કેટલાક લોકોએ કલેકટર સહિતનાઓની રજૂઆતો કરી છે. જોકે આ સમગ્ર મામલે મનરેગાના શ્રમિકોને પૂછતા તે લોકોએ જે કામ કર્યા છે તેનું મહેનતાણું તેમના એકાઉન્ટમાં જ પડ્યું હોવાનું શ્રમિકોએ જણાવ્યું હતું.

Advertisement

સવગઢ ગ્રામ પંચાયત મહેસુલી ગ્રામ પંચાયત છે. અને તેની ચૂંટણી થોડા સમયમાં જાહેર થનાર છે. ત્યારે કેટલાક લોકોએ સરપંચ સામે આક્ષેપોનો મારો શરૂ કર્યો છે. જોકે આ 10 લાખ હડપ કરી જવાની સમગ્ર વાતમાં નવાઈની વાત તો એ છે કે, સવગઢ ગામમાં મનરેગા યોજના હેઠળ હજુ દસ લાખ રૂપિયા જમા થયા જ નથી.સવગઢ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ માત્ર 65000 રૂપિયા જ આજ દિન સુધી જમા થયા છે ત્યારે જે રૂપિયા જમા થયા જ નથી તે રૂપિયા સરપંચ ઉપાડી જ કેવી રીતે શકે ત્યારે સરપંચ સામે થયેલા આક્ષેપો બાબતે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

Advertisement

સવગઢમાં મનરેગા અંતર્ગત ૧૦ લાકાહના કૌભાંડ બાબતે જિલ્લા કલેકટરને રજૂઆતો થઈ છે.

Advertisement

જોકે જેમ પોલીસ ખાતામાં ખોટી ફરિયાદ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, તે જ રીતે કલેક્ટર કચેરીમાં ખોટી રજૂઆતો કરનારા લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવું સવગઢનાના લોકો જણાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!