43 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લીઃમોડાસાના GNFC ડેપો પર જુ. આસિસ્ટન્ટ નટુભાઇ પ્રજાપતિ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં કેક કાપી શુભેચ્છાઓ પાઠવી


અરવલ્લી જીલ્લાના મોડાસા GNFC ડેપોમાં માર્કેટિંગ આસિસ્ટનટ જુનિયર તરીકે ફરજ બજાવતા સાયરા ગામના વતની નટુભાઇ પ્રજાપતિ વય મર્યાદાને લઈને નિવૃત્ત થતાં GNFC કંપનીના કર્મચારીઓ તેમજ ખેડૂતો અને પરિવારના સભ્યો દ્વારા કેક કાપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

મોડાસામાં ખેડૂતોની વિશ્વાસપાત્ર કંપની GNFC ડેપો ખાતે વર્ષ 1983 માં માર્કેટિંગ આસિસ્ટનટ જુનિયર તરીકે નટુભાઇ પ્રજાપતિની ભરતી થયેલ હતી.જે વર્ષ 2022 ના રોજ વય મર્યાદાને લઈ 40 વર્ષની ફરજ નિભાવી નિવૃત્ત થતાં કંપનીના કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી નિવૃત્તિ જીવન સુખમય, તંદુરસ્ત તેમજ નીરોગી રહે તેમજ પવૃતિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.સાથે નટુભાઇ પ્રજાપતિ. ફરજની સાથે ખેડૂતો સાથે આત્મીય સંબંધ અને વિશ્વાસ ધરાવી ખેડૂતોમાં નટુકાકા નું નામ પ્રચલિત થયુ હતું.ખેડૂતોના જણાવ્યા અનુસાર GNFC ડેપો માં ખાતર ખરીદતી વખતે પાક ની જરૂરિયાત મુજબ સચોટ અને સાચી માહિતી આપી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપી ખેડૂતોમાં એક અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.વય નિવૃત્તિ લઈ મોડાસાની પેલેટ હોટેલ ખાતે શુભેચ્છા કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં મોડાસા GNFC ડેપોના સેલ્સ મેનેજર કેવલ કાબરિયા,GNFC રિટાયર્ડ કર્મચારીઓમાં પંકજ ઉપાધ્યાય,ડી.ડી.પટેલ,પી.સી.પંચાલ,તેમજ શિક્ષક એચ.કે પટેલ ફૂલછડી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!