43 C
Ahmedabad
Saturday, May 18, 2024

સાબરકાંઠા વડાલી પોલીસે ડ્રીપ ની નળીઓ ચોરી કરનાર ચોરોને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા


વડાલી પોલીસે ડ્રીપ ની નળીઓ ચોરી કરનાર ચોરોને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા

Advertisement

બે ઇસમોને ઝડપી પાડી 12,000/ નો મુદ્દા માલ કબજે કર્યો

Advertisement

જિલ્લામાં ચોરીના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે પોલીસ પણ ગુનાઓ ઉકેલવાની કામગીરી સતત ચાલુ રાખી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાંથી અગાઉ ખેતરમાંથી ડ્રિપની નળીઓ ચોરાયા ની ફરિયાદ નોંધાયી હતી ત્યારે ગુનાઓ ઉકેલવાના હેતુ થી વડાલી પોલીસ ધરોઈ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન મેઘ ગામ તરફથી બે ઈસમો સફેદ કલરની એકટીવા પર ડ્રીપ ની નળીઓ લઈને આવતા હતા ત્યારે પોલીસે તેમને ઉભા રાખી ડ્રિપની નળીઓ વિશે પૂછપરછ કરતા બંને ઇસમોએ પોલીસને સંતોષકારક જવાબ ના આપતા બંને ઈસમો શંકાસ્પદ લાગતા તેમને વડાલી પોલીસ સ્ટેશન લઈ જઈ યુક્તિપ્રયુક્તિ થી પૂછપરછ કરતા તે ડ્રીપની નળીઓ હાથરવા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું. ત્યારે પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પૉલિસ પકડમાં આવેલા આરોપીઓ

Advertisement
  1. પવન જશવંતભાઇ વણકર ઉવ.26 રહે. વડાલી રામનગર
  2. રમેશભાઈ ઉર્ફે કાળુભાઇ કાંતિલાલ પરમાર. ઉવ 28, રહે. હાથરવા તા. વડાલી.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!