39 C
Ahmedabad
Saturday, May 18, 2024

Exclusive : પોલીસ જીપમાંથી પરણીત યુવતીનો પ્રેમી સાથે અપહરણનો પ્રયાસ : બે ઇકો અને બાઈક પર આવેલા શખ્સોનો પોલીસ પર હુમલો


અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે જાણે અસામાજિક તત્ત્વો અને લોકોને ખાખીનો ડર જ ના હોય તેમ કાયદો હાથમાં લેતા અચકાતાં નથી ઈટાડી ગામની પરણિતા તેના પ્રેમી સાથે રહેવાની માંગ કોર્ટમાં કરતા કોર્ટે પોલીસ પ્રોટેક્શન આપતા શામળાજી પોલીસ પ્રોટેક્શન સાથે સુનોખ ગામે જતા શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક બે ઇકો કારમાં ધસી આવેલા લોકોએ ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ જીપને રોકી યુવતીના અપહરણનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કરતા ભારે ચકચાર મચી હતી પોલીસ જીપ પર હુમલો થતા વધુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા બે ઇકો કાર અને બાઈક પર આવેલ ટોળું ફરાર થઇ ગયું હતું શામળાજી પોલીસે ત્રણ શખ્સોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,ભિલોડાના વાગોદાર ગામની યુવતીને સુનોખ ગામના જ ભુપેન્દ્ર નવીનભાઈ તરાર સાથે પ્રેમમાં હોવાની જાણ યુવતીના પરિવારજનોને થતા યુવતીને ઈટાડી ગામના ધવલ મુળાભાઈ પરમાર સાથે લગ્ન કરી દીધા હતા લગ્ન પછી યુવતી ગુમ થઈ જતા આ અંગે યુવતીના પતિએ કોર્ટમાં ધા નાખી અરજી કરતા પોલીસે ગુમ પરણિતાને શોધી કાઢી કોર્ટમાં રજુ કરતા કોર્ટમાં યુવતી પતિ સાથે રહેવાનો ઈન્કાર કરી તેના પ્રેમી સાથે રહેવા માંગતી હોવાનું જણાવતા અને તેમને જીવનું જોખમ હોવાથી કોર્ટમાં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરતા કોર્ટ શામળાજી પોલીસને પરણીત યુવતીને તેના પ્રેમી સાથે સુનોખ ગામ સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કરતા પોલીસ બંને પ્રેમી યુગલને જીપમાં સુનોખ મુકવા જતા આશ્રમ ચોકડી નજીક બે ઇકો કારમાં ધસી આવેલા લોકોએ ફિલ્મી સ્ટાઈલમાં એક ઇકો કાર પોલીસ જીપ આગળ આડી કરી દઈ પાછળ થી અન્ય ઇકો કારે ટક્કર મારી બંને ઇકો કારમાંથી તેમજ બાઈક પર આવેલા શખ્સોએ સરકારી જીપમાં બેઠેલ પ્રેમી યુગલના અપહરણનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કરતા પોલીસે શામળાજી પોલીસ જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા અપહરણકારો ફરાર થઇ ગયા હતા પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા
શામળાજી પોલીસે 35 લોકોના નામજોગ અને અન્ય 10 શખ્સો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

પોલીસ પર હુમલો કરી પ્રેમી યુગલનો અપહરણ કરનાર આરોપીઓ

Advertisement

1)મહેશભાઇ બેચરભાઇ તરાર
2)અશ્વિનભાઇ અમૃતભાઇ કડવાભાઇ કડમ
3)રવિકુમાર અરવિંદભાઇ તરાળ
4)ભુપતભાઇ સરદારભાઇ તરાળ
5)મુકેશકુમાર અરવીંદભાઇ તરાળ
6)રસીકભાઇ ભુપતભાઇ તરાળ
7)અજયભાઈ ભુપતભાઇ તરાળ
8)નિર્મલ ઉર્ફે વિમલકુમાર વિઠ્ઠલભાઇ તરાળ
9) પરેશભાઇ જુજારભાઇ તરાળ
10) અલ્પેશભાઇ દિનેશભાઇ તરાળ
11)દશરથ ભાઇ કોદરભાઇ તરાળ
12)પુંજારા સંજયભાઇ કાળાભાઇ
13)વિપુલભાઇ હિરાભાઇ તરાળ
14) લખુબેન ભુપતભાઇ તરાળ
15) યોગેશભાઇ બેચરભાઇ તરાળ
16)ભરતકુમાર રામાભાઇ તરાળ
17)ધર્મેન્દ્રકુમાર શંકરભાઇ તરાર
18)વિષ્ણુકુમાર ભુપતભાઇ ખાંટ
19)વક્તાજી નવાજી તરાર
20) મંગુબેન બેચરભાઇ તરાર
21) દિલીપભાઇ અમૃતભાઇ કડમ
22)મેહુલભાઇ ચંદુભાઇ કડમ (તમામ રહે,વાગોદર તા.ભિલોડા)
23) રસીકભાઇ ભુપતભાઇ તરાળનો સાળો (રહે.લાલપુર)
24)જશીબેન ફતાજી ખાંટ (રહે.મેઢાસણ તા.મોડાસા)
25)જાલીબેન કિશનભાઇ ખાંટ (રહે.ભવાનપુર તા.ભિલોડા)
26) સેજલબેન રમેશભાઇ (રહે.શામળપુર તા.ભિલોડા)
27)બિપીનકુમાર દિનેશભાઇ ચાવડા
28)ચૌહાણ મયંકકુમાર (બંને રહે.ગડાદર તા.ભિલોડા)
29)અવિનાશભાઈ બળવંતભાઇ
30)અંકિતકુમાર શકરાભાઇ તરાળ
31)રાહુલકુમાર બળવંતભાઇ તરાર (ત્રણે રહે.જાલીયા તા.ભિલોડા
32) સાહિલકુમાર ઘોડાવાળો (રહે.ગડાદર તા.ભિલોડા)
33) રાજુભાઈ ( રહે.સુનોખ)
34)કિશનભાઇ કનકાભાઇ ખાંટ (રહે.ભવાનપુર તા.ભિલોડા)
35)વિજયસિંહ પુંજેસિંહ ખાંટ (રહે.પહાડપુર તા.મોડાસા)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!