34 C
Ahmedabad
Wednesday, May 8, 2024

વિપક્ષના સવાલ : અમદાવાદમાં નાગરીકો પાસેથી રુ.30 ભાડું વસુલાય છે કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કેમ ?


અમદાવાદમાં એએમટીએસ બસોની સવાની જવાબદારી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવી છે. અમદાવાદમાં લગભગ 600 જેટલી બસો ચાલે છે. શહેરમાં વિવિધ ઝોનની અંદર આવેલા ડેપોના પાર્કિંગમાં બસો ઉભી રાખવામાં આવે છે ત્યારે આ બસોના પાર્કિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટરો પાસેથી લેવાતો નથી. ફક્ત 1 રૂ. નો ચાર્જ લેવામાં આવે છે. જયારે બાકી નાગરીકો પાસે ફોર વ્હિલના 30 રુ. ચાર્જ વસુલવામાં આવે છે જ્યારે ટૂ વ્હિલરનો ચાર્જ રુ. 10 લેવામાં આવે છે. આ પ્રકારના ભેદભાવને લઈને પણ સવાલો કોર્પોરેશન વિપક્ષ દ્વારા કરવામાં ઉઠાવવામાં આવ્યા છે.

Advertisement

વિપક્ષ નેતા દ્વારા આ પ્રકારે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. એક બાજુ એએમટીએસ ખોટ ખાઈ રહી છે ત્યારે બીજી બાજુ આ પ્રકારે રકમ કોન્ટ્રાક્ટરો પાસેથી ના લેવામાં આવતા નુકશાન કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ વિભાગને થઈ રહ્યું છે.

Advertisement

ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે બસો ઉભી રહે છે જેમાં મેનગરમાં 50, સાબરમતી અચેરમાં 98, મેમ્કો ડેપોમાં 108 તેમજ જમાલપુરમાં 194
એમ વિવિધ વિસ્તારમાં આ પ્રકારે બસો ઉભી રાખવામાં આવે છે. જો કોન્ટ્રાક્ટરોની 600 બસો પાસેથી જે ચાર્જ નિયમ પ્રમાણે અન્ય લોકો પાસેથી લેવામાં આવે છે તે જ રીતે લેવામાં આવે તો આ ખર્ચ સામે ખોટ ઘટી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!