30 C
Ahmedabad
Saturday, May 4, 2024

મહારાષ્ટ્રમાં વિધાનસભા અધ્યક્ષ પદે ભાજપના રાહુલ નાર્વેકરની જીત, શિવસેનાના રાજન સાલ્વીની હાર


મહારાષ્ટ્રમાં વિધાનસભા અધ્યક્ષ પદે ભાજપના રાહુલ નાર્વેકરની જીત થઈ છે. જ્યારે શિવસેનાના રાજન સાલ્વીની હાર થઈ છે. 145થી વધુ મત મળ્યા છે. અધ્યક્ષની ચૂંટણીમાં હેડ કાઉન્ટિંગનું મતદાન કરવામાં આવે છે. 145થી વધુ મતો તેમને મળ્યા છે. રાહુલ નાર્વેકર મુંબઈના કોલાવા બેઠકના ધારાસભ્ય છએ. અગાઉ વિધાનપરીષદમાં પણ ચૂંટાયા હતા. શિવસેના એ ટીકિટ ના આપતા એનસીપીમાં જોડાયા હતા અને તેમાં તેમની હાર પણ થઈ હતી તયારે હવે ભાજપના અત્યારે તેઓ ધારાસભ્ય છે. 2016માં નોમિનેટેડ પદ તરીકે ચૂંટાયા હતા. 2014માં લોકસભા બેઠક પર ચૂંટણી લડી ચુક્યા છે.
2019ની વિધાસભામાં ભાજપમાં જોડાયા હતા. આજે તેઓ બહુમતીના જોરે અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. 144 વોટની જરૂર હતી ત્યારે તેમને આ સમર્થન મળ્યું છે. જો કે તેમની જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી છે. 106 ભાજપ પક્ષના ધારાસભ્યો છે જ્યારે 45 શિંદે પક્ષના ધારાસભ્યો છે. એમના ગ્રુપની સ્પષ્ટ બહુમતી હતી તે તેઓ પાર કરી શકે તેમ હતા. વિજય લક્ષ્યાંકની આ પહેલી જીત છે. આવતી કાલે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની રહેશે. એકનાથ સિંદેની અગ્નિ પરીક્ષા હતી તેનું ચિત્ર સ્પષ્ટ અત્યારથી જ થઈ ગયું છે. શિંદે ગ્રુપની વાતમાં શક્યતા સેવાઈ રહી હતી જેમાં રાઉતના સ્ટેટમેન્ટના કારણે કેટલાક ધારાસભ્યો તેમના તરફી થાય તેવી શક્યતાઓ હતી પરંતુ તેમાં કોઈ હલચલ જોવા મળી નથી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!