32 C
Ahmedabad
Saturday, May 4, 2024

Sydney Flood : ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદ બાદ ઈમરજન્સી જેવી સ્થિતિ, સિડનીનો મુખ્ય ડેમ ભરાઈ ગયો, હજારો લોકોના જીવ જોખમમાં


ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. અવિરત વરસાદ વચ્ચે સિડનીનો મુખ્ય ડેમ રાતભરના વરસાદથી સંપૂર્ણપણે છલકાઈ ગયો છે. જે બાદ ન્યૂ સાઉથ વેલ્સમાં હજારો લોકોને આસપાસના વિસ્તારમાંથી દૂર ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે કારણ કે ભારે વરસાદને કારણે તેમના જીવ જોખમમાં આવી શકે છે.

Advertisement

અહેવાલ મુજબ, ન્યુકેસલ અને બેટમેન્સ ખાડી વચ્ચેના દરિયાકાંઠે રહેતા NSW ના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે આગામી 24 કલાકમાં હવામાનની સ્થિતિ વધુ વણસી શકે છે કારણ કે પૂર્વ કિનારે ફરી એકવાર પૂર આવ્યું છે. ન્યુ સાઉથ વેલ્સ બ્યુરો ઓફ મીટીરોલોજીએ ટ્વિટ કર્યું કરી ચેતવણી આપી છે કે, “રવિવારે રાત્રે ઉત્તર રિચમંડમાં મુખ્ય હોક્સબરી નદીનું પૂર માર્ચ 2021, માર્ચ 2022 અને એપ્રિલ 2022માં પૂરની ઘટનાઓના રેકોર્ડ તોડી શકે છે.” “નોર્થ રિચમોન્ડ મોટા પૂરનો અનુભવ કરી રહ્યું છે અને માર્ચ 2022 સુધીમાં નદીનું સ્તર વધી શકે છે,” ટ્વીટમાં લખ્યું છે.

Advertisement

ભાર વરસાદને કારણે કેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરવામાં આવતા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!