29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર, હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા પહોંચ્યા દર્શનાર્થીઓ, જુઓ Video


હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ડાંગ જિલ્લો અને પંચમહાલ જિલ્લો સોળે કળાએ ખિલી ઉઠ્યો છે. વરસાદી માહોલ વચ્ચે ઠેર-ઠેર પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ ખાતે પહોંચ્યા છે.વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

Advertisement

પાવાગઢનો અદભૂત વીડિયો

Advertisement

વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો નિજ મંદિર ખાતે જોવા મળી હતી. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અંદાજે બે લાખ જેટલા દર્શનાર્થીઓએ મા મહાકાળીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

Advertisement

Advertisement

પાવાગઢના પહાડોનો અદભૂત નજારો
વરસાદી વાતાવરણ હોવાથી પાવાગઢ સહિતના વિસ્તારો તેમજ પહાડી વિસ્તારોમાં આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યાં જુઓ ત્યાં વાદળો છવાયા હતા, જેને લઇને વાહન ચાલકો પોતાને રોકી શક્યા નહોતા અને મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા હતા. આહલાદક વાતાવરણથી દર્શનાર્થીઓ પ્રફુલ્લીત થયા હતા. વરસાદી વાતાવરણથી કુલ્લી-મનાલી જેવા માહોલ જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!