28 C
Ahmedabad
Wednesday, May 15, 2024

રાજ્યમાં મહેસુલી સેવાઓમાં ડિજિટલ ક્રાંતિ, i-ORA પ્લેટફોર્મ પર મહેસૂલી સેવાઓ ઓનલાઇન, ‘કચેરની ધક્કા’ શબ્દ બનશે ભૂતકાળ


રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી સેવાઓ ઓનલાઈન કરવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે મહેસુલી સેવાઓ પણ ઓનલાઈન થઇ રહી છે, જેથી અરજદારો અને ખેડૂત ખાતેદારોને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ન્યુ ઇન્ડિયાનાં સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી મોટું કદમ ડિઝિટલ ઇન્ડિયા મુહિમ છે.જેના થકી પેપરલેસ ગવર્નન્સ અને નાગરિકોને જરૂરી સેવાઓ – સરકારી યોજનાઓના લાભો ઘરે બેઠા ઉપલબ્ધ થયા છે. ગુજરાત પણ ડિઝિટલ સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. રાજ્યનાં નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. i-ORA પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકે તે સુવિધા પણ i-ORA પર ઉપલબ્ધ છે. એટલું જ નહિ, iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું પણ ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યુ છે. તે ઉપરાંત નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ – પ્રિન્ટીંગ – ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-2, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરી દઇ સેવાઓ વધુ સરળ બનાવી દેવામાં આવી છે.

Advertisement

ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનીયા સ્કેન કરી વેબસાઇટ પર મુકી દેવામાં આવ્યાં છે. જેને દુનિયાનાં કોઈપણ દેશમાંથી જોઈ શકાય છે. તેમજ હવે અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ અંગે અરજદારો પાસેથી ગામ નમૂના નં. 6 તથા 7/12 માંગવામાં આવતા નથી અને વહીવટીતંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકર્ડ મેળવી લે છે. તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફ્ટવેર પર ઓનલાઇન કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!