39 C
Ahmedabad
Monday, May 6, 2024

ખેડૂતોનો હાઈ વોલ્ટેજ પ્રશ્ન : કિસાન સંઘની મોડાસામાં રેલી, સમાન વીજ દર લાગુ કરો નહીંતર પ્રવેશબંધીની ચીમકી


અરવલ્લી જિલ્લા કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઇને મોડાસા APMC ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ના માર્ગદર્શન મુજબ સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકોએ ધરણાં તેમજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો, જે અનુલક્ષીને મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાનો ધરણાંનો તેમજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

Advertisement

Advertisement

ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખેડૂતોએ બાંયો ચઢાવી હોય તેવું લાગે છે અને જો આગામી દિવોસમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ગામડાઓમાં પ્રવેશ બંધી કરીને વિરોધ દર્શાવશે. ખેડૂતોને વીજળી, વીજળી બિલ સહિતના અનેક પ્રશ્નો છે, જેમનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે અરવલ્લી જિલ્લા કિસાન સંઘ દ્વારા મોડાસા એપીએમસી માર્કેટ થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, અને તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી માંગ કરી હતી.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter and Koo પર ફોલો કરો

ખેડૂતોના પડતર પ્રશ્નો

  1. ખેતીવાડી વીજ જોડાણમાં મીટર પ્રથા રદ્દ કરી સમાન વીજ દર લાગૂ કરવો
  2. જિલ્લાના દરેક તાલુકાઓમાં તળાવો ભરવાની યોજનાનો અમલ કરવો
  3. જમીન રી-સર્વેમાં થયેલી અસંખ્ય ભૂલોમાં સુધારો કરવો અથવા જૂના રેકર્ડ મુજબ યથાવત રાખવો
  4. ભૂંડ-રોજથી થતાં નુકસાન અને ખેતીન જંગલી પ્રાણીઓથી રક્ષણ આપવા માટે કાંટાની વાડમાં જમીન મર્યાદા ઘટાડવી
  5. પશુપાલન વ્યવસાયમાં ખાણના દાણની મોંઘવારી સામે દુધના ભાવ નથી મળતા તેના માટે સરકાર ગ્રાહકોને પ્રોત્સાહન ભાવ આપે

ખેડૂત આગેવાનોએ શું કહ્યું તે પણ સાંભળો


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ રાષ્ટ્રીય કાર્યકારની સદસ્ય મગનભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રતિનિધિ કલ્પનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લા પ્રમુખ જીવાભાઈ લટ્ટા એ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરેલ મંત્રીએ ખેડૂતોને પ્રશ્નોથી અવગત કરાવેલ મોટી સંખ્યામાં ગામે ગામ થી ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!