32 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી : LCBએ વર્ના કારમાંથી 1.13 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો , મેઘરજના ખેરોઈ-ઢૂંઢા ગામ નજીક બુટલેગરો કાર મૂકી રફુચક્કર


અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે દારૂના વેપલામાં અધધ રૂપિયા મળતા બુટલેગરો લકઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મેઘરજના ખેરાઈ-ઢૂંઢા ગામ નજીક વર્ના કારમાંથી 441 વિદેશી દારૂ-બીયર ટીનનો જથ્થો જપ્ત કરી 4.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ નાકાબંધી જોઈ કાર ચાલક સહીત અન્ય બુટલેગર ફરાર થઈ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં ઉંડવા બોર્ડર બાજુ થી વર્ના કાર દારૂ ભરી મેઘરજ તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસે પટેલ ઢૂંઢા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવતા બાતમી આધારીત વર્ના કાર આવતા પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલક બુટલેગરે કાર હંકારી મુકતા એલસીબી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કરતા કારમાં રહેલા બે બુટલેગર ખેરાઈઢૂંઢા નજીક રોડ પર કાર મૂકી ખુલ્લા ખેતરમાં ખોવાઈ ગયા હતા.

Advertisement

કારનો ફિલ્મી ઢબે પીછો કરતી એલસીબી પોલીસે કારમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ-441 કીં.રૂ.113400/- નો જથ્થા સહીત રૂ.4.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!