અરવલ્લી જીલ્લાના સાઠંબા નજીક આવેલી ધરતી સ્ટોન નામની ક્વાૅરીમાંથી બિન અધિકૃત જીલેટિન ડિટોનેટરનો જથ્થો એસ ઓ જી પોલીસ અરવલ્લીના દરોડામાં હાથ લાગ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી જીલ્લાના સાઠંબા નજીક આવેલી ધરતી સ્ટોન નામની ક્વાૅરીની ખાણમાં બિન અધિકૃત જીલેટિન ડિટોનેટરનો જથ્થો હોવાની બાતમી આધારે એસ ઓ જી પોલીસ અરવલ્લીની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરતાં બિન અધિકૃત પરવાના વગરના જીલેટિન ડિટોનેટર નંગ. ૧૧૨ નો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી પોલીસે ક્વાૅરી માલિક પાસે જીલેટિન ડિટોનેટર રાખવાનું તથા સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવાનો પરવાનો માંગતા ક્વાૅરી માલિક પાસે ના હોઈ એસઓજી પોલીસે ધરતી ક્વાૅરીના માલિક પંકજભાઈ ગાંડાભાઈ પટેલ રહે. ક્રુષ્ણનગર અમદાવાદ સામે લાયસન્સ વગર એક્સપ્લોઝિવનો જથ્થો રાખવા અંગેનો ગુનો કરવા બદલ સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાઠંબા પોલીસે ઈ પી કો ૨૮૬,અને વિસ્ફોટક અધિનિયમ 9 – B (1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.