32 C
Ahmedabad
Sunday, April 28, 2024

અમદાવાદ : LCB ઝોન-4 અને નરોડા પોલીસે ઇનોવા કારમાંથી 2.76 લાખના વિદેશી દારૂ સાથે બે રાજસ્થાની બુટલેગરોને દબોચ્યા


ગાંધીના ગુજરાતમાં દેશી-વિદેશી દારૂ સતત ઝડપાઇ રહ્યો છે સ્થાનિક બુટલેગરો રાજસ્થાનમાંથી રાજ્યમાં વિવિધ વાહનો મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે અમદાવાદ એલસીબી પોલીસ ઝોન-4 અને નરોડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધરી નરોડ રિંગ રોડ પરથી વિદેશી દારૂ ભરી પસાર થતી ઇનોવા કારમાંથી 552 વિદેશી દારૂ સાથે રાજસ્થાની બુટલેગરોને ઝડપી પાડી 9.77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

અમદાવાદ એલસીબી ઝોન-4 અને નરોડા પોલીસને દારૂ ભરેલી ઇનોવા કાર અગોરા સર્કલ થી ભાટ ગામ ટોલટેક્ષ પરથી દાસ્તાન સર્કલ તરફ પસાર થવાની બાતમી મળતા પોલીસે નરોડા રિંગ રોડ પર ગામઠી હોટલ નજીક નાકાબંધી કરી બાતમી આધારીત આવતી ઇનોવા કારને કોર્ડન કરી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ બોટલ-552 કીં.રૂ. 2.76 લાખનો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના કાર ચાલક બુટલેગર તુલસીરામ ઉદયલાલજી ડાંગી અને દેવેન્દ્ર મોહનલાલ બિશ્નોઇને ઝડપી પાડી વિદેશી દારૂ અને ઇનોવા મળી રૂ.9.77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!