30 C
Ahmedabad
Tuesday, May 14, 2024

અરવલ્લી : 20 વર્ષના વિકાસની ગાથા દર્શાવતી વંદે ગુજરાત યાત્રાનું ભિલોડામાં આયોજન


“વંદે ગુજરાત 20 વર્ષનો વિકાસ, 20 વર્ષનો વિશ્વાસ”

Advertisement

ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું. ભિલોડા તાલુકા પ્રેરણા હાઇસ્કુલ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા શુભારંભ કરાવી ભિલોડા તાલુકાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું અને વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને ચેક, પ્રમાણપત્રો પણ આપ્યા.

Advertisement

Advertisement

છેલ્લા 20 વર્ષ, એટલે કે બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રોમાં સિધ્ધિઓના સોપાનો સર કરીને નવી ઉંચાઇઓ હાંસલ કરી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર ખુબ તેજ ગતિથી આગળ ધપાવી રહી છે ત્યારે આ વિકાસયાત્રાની જન જનને પ્રતિતિ થાય તે માટે આ રથ જિલ્લા પંચાયતની બેઠકોને આવરી લઇને વિવિધ ગામોમાં પરિભમ્રણ કરશે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રમુખ કાંતિભાઈ પટેલ, તાલુકા પ્રમુખ તરલીકાબેન બંકિમચંદ્ર તબીયાર ,જિલ્લા સદસ્ય નીલાબેન મોડીયા અને રસીકાબેન ખરાડી, ભિલોડા સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, કેવલ અનિલભાઈ જોષીયારા, કારોબારી અધ્યક્ષ વિક્રમભાઈ પટેલ, તાલુકા સદસ્ય શ્યામભાઈ પરમાર, અમૃતભાઈ નિનામા, ભાનુમતીબેન મેણાત અને ધનજીભાઈ નિનામા, સંગઠન ઉપપ્રમુખ રાજુ ભાઈ નિનામા અને મનોજભાઈ પટેલ,વહીવટી તંત્ર, સંગઠન પદાધિકારીઓ, ગામના સરપંચ તથા સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!