સરકારનું રોડ બનાવવાનું પિક્ચર ટ્રેલરમાં જ ફ્લોપ થઈ ગયું
Advertisementલ્યો બોલો, સરકારે બનાવેલ ડીપી રોડની પોલ એક જ વરસાદમાં ખુલી ગઈ
Advertisement
સાબરકાંઠા ના હિંમતનગર ના ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રીએ પડેલ ધોધ માર વરસાદને લઈને નદી નાળા છલકાયા છે ત્યારે જાંબુડીથી કુંપ જતો રોડ પણ ધોવાયો છે… હાથમતી નદીમાં નવા પાણી આવતા નવો બનાવેલો રોડ પાણીમાં ધોવાતા વાહન ચાલકો પરેશાન થયા છે.. હાલ રોડ ધોવાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે કારણ કે મોટા વાહનો પસાર થાય તો અકસ્માત સર્જાઈ શકે તેમ છે… માત્ર એક જ રાતમાં આ પરિસ્થિતિ છે તો હજુ પણ વધુ વરસાદ પડે તો આ કોઝવેની હાલત કેવી થાય એ પણ એક પ્રશ્ન છે હાલ તો સ્થાનિકો ની માંગ છે કે રસ્તો જલ્દી ચાલુ થાય.હાલ મા જાંબુડી, રાયસીંગપુરા, કુંપ, રામપુર સહિતના ગામડાઓમાં અવર જવર માટે સમસ્યા ઉભી થઈ શકે છે.