હિંમતનગર ભોલેશ્વર કોઝ વે પર એક વૃદ્ધ પાણી માં તણાયો
Advertisementહાથમતી નદીમાં પાણી બે કાંઠે વહેતા પ્રવાહમાં ઘુસતા વૃદ્ધ તણાયો
Advertisement
હિંમતનગર પાસે આવેલ ભોલેશ્વર ગામમાંથી પસાર થતી હાથમતી નદીમાં આજે સાંજે એક વૃદ્ધ પુષ્કળ પ્રમાણમાં વહેતા પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પૂર ઝડપે વહેતા પાણીના પ્રવાહમાં તે તણાઈ ગયા હતા. જેની જાણ પાસે ઉભેલા બે યુવાનોએ જોતા તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
હિંમતનગર ફાયર ફાઈટર ની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધને શોધખોળ કરવા રેસ્ક્યુ હાથ ધર્યો હતો. લાંબા સમય સુધી રેસ્ક્યુ કર્યા બાદ પણ વૃદ્ધ નો કોઈ અતો પતો મળ્યો ન હતો.
જુઓ વીડિયો, ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ
ઘણા સમયથી ભોલેશ્વર થી હિંમતનગરને જોડતો બ્રિજની મંજૂરી મળી હોવા છતાં બ્રિજનું કામકાજ ચાલુ થયેલ ન હોય જેને કારણે વર્ષોથી આવા બનાવો ની ઘટના સામે આવતી રહી છે. વરસાદી પાણીના કારણે દર વર્ષે આ કોઝવે ઉપર પાણી આવવાથી રસ્તો બંધ થઈ જાય છે જેથી રાહદારીઓને પાંચ કિલો મીટર ફરીને શહેરમાં જવું પડે છે.