33 C
Ahmedabad
Monday, May 20, 2024

અરવલ્લી : મેઘરજ પંથકમાં દેશના નંબર – 1 રોડ કોન્ટ્રાક્ટ્રર્સ, ઉકરડી ગામે માત્ર અઠવાડિયાની વોરંટી સાથે ‘ચકાચક’ કામ


અરવલ્લી જિલ્લામાં સરકાર કરોડો રૂપિયા વિકાસ માટે ફાળવે છે જોકે અધિકારીઓની મિલી ભગતથી રોડ કોન્ટ્રાક્ટ્રર્સ બેફામ બન્યા છે અને સરકારના રૂપિયે તાગડધિન્ના કરતા હોય તેવું લાગે છે અને પ્રજાના પૈસાનો વ્યય કરે છે. આ બધુ શક્ય બન્યું છે અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ મેઘરજ માર્ગ-મકાન વિભાગની મીઠી નજર હેઠળ. અહીંના સાઈડ સુપર વાઈઝર શું કરે છે તે પણ કોઇને ખ્યાલ નથી.

Advertisement

મેઘરજ તાલુકાના ઉકરડી ગામે રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. રોડ એવો બનાવ્યો કે, માત્ર 4 જ દિવસમાં તેની કામગીરી છતી થઇ ગઇ તો ગરનાળુ પણ ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી નાખી છે. આર.એન્ડ.બી. વિભાગના સુપરવાઈઝર અધિકારીઓ કામ સમયે સ્થળ પર હાજર રહેતા નથી કારણ કે, કોન્ટ્રાક્ટર્સના તેમની પર મીઠા આશીર્વાદ હોવાની લોક ચર્ચાઓ છે, જેથી આવા કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય છે, જેથી પ્રજાના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ જોવા મળ્યો છે.

Advertisement

ગ્રામજનોનું કહેવું છે કે, ઉકરડી ગામ વર્ષ 2017માં દત્તક લેવામાં આવ્યું હતું, જેનું કામ 2022માં શરૂ કરવામાં આવ્યું છે. મોડે મોડે કામ શરૂ થયું તેનો ગ્રામજનોમાં આનંદ છે, પણ કોન્ટ્રાક્ટરની કામગીરી નબળી હોવાથી લોકોમાં રોષ છે. ગરનાળુ અને રોડ હજુ બનવાનું ચાલું છે ત્યાં તો તૂટી ગયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. રોડ અને ગરનાળાના કામમાં દુધ જેવો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેથી આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહીની ગ્રામજનોએ માંગ કરી છે.

Advertisement

રોડ અને ગરનાળાના કામમાં ભ્રષ્ટાચાર…!!!

વિકાસના કામો માટે સરકાર પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવતી હોય છે, જોકે  આવા કામથી લોકો ત્રસ્ત થયા છે અને અધિકારીઓની મિલીભગતથી રોડના કામોમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. સાઈડ સુપરવાઈઝર સ્થળ નિરીક્ષણ કરવા માટે કેમ જાય છે અને શું કરે છે તે પણ યક્ષ પ્રશ્ન છે. આવા સાઈડ સુપરવાઈઝર એ ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ વચ્ચેનો સેતુ પુલ હોવાની પણ લોકચર્ચાએ જોર પકડયું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!