32 C
Ahmedabad
Thursday, September 28, 2023

અરવલ્લી : સાઠંબા ગામે પંદરથી વધુ લોકોને ઈજા પહોંચાડનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા


બાયડ તાલુકાના સાઠંબા ગામે છેલ્લા એક મહિનાથી વાંદરા(કપિરાજ) દ્વારા રાત્રીના સમયે 15 થી વધુ લોકોને બચકા ભરીને ધાયલ કરતાં અંતે વન વિભાગ અને વગડો ચેરીટેબલ ટ્રસ્ટ બાદરપુરા દ્વારા વાંદરા પકડીને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડી દેવાયો.

Advertisement

વધુ પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે સવારે સાઠંબા ગામના વણકર તથા કારીગર ફળીયાનાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં 15થી વધુ લોકોને બચકા ભરીને ધાયલ કરતા વાંદરાને પકડવા માટે ગ્રામજનો દ્વાર વન વિભાગ અને “વગડો ચેરીટેબલ ટ્રસ્ટ – બાદરપુરા” ને જાણ કરતાં તાબડતોડ ઘટના સ્થળે પહોંચી, વનવિભાગ તથા સંસ્થાના કર્મચારીઓ દ્વારા વાંદરાને કલાકોના ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો હતો, સમગ્ર કામગીરી બાયડ પરીક્ષેત્ર વન અધિકારી જે.એ. ઠાકોર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Advertisement

વન્યજીવો બચાવવા (રક્ષણ) કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી, વાંદરાને સલામત રીતે વનવિભાગને સાથે રાખીને તેના કુદરતી નિવાસસ્થાને છોડવામાં આવ્યો હતો. આ તમામની કામગીરીને સરપંચ તથા ગ્રામજનો દ્વારા બિરદાવા પાત્ર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!