ખેડા જિલ્લા પોલીસમા PI, PSIની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં 3 પોલીસ ઇન્સ્પેકટર અને 20 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આમાં એક પીઆઈ અને એક પીએસઆઇ લીવ રીઝર્વ પર હતા આ બદલી બાદ તેઓને નિમણૂકની જગ્યા મળી છે.
ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ પોલીસ તંત્રમાં ભરખમ ફેરફાર લાવવા પ્રયાસ કર્યો છે. વહીવટી કારણોસર 3 પોલીસ ઇન્સ્પેકટર અને 20 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આતરિક બદલી કરતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 3 PIમાં સીપીઆઈ કચેરી ડાકોર કે.ડી. ભીમાણીને ડાકોર પોલીસ સ્ટેશનમાં, એસઓજી શાખાના વી.કે. ખાટને સીપીઆઈ મહેમદાવાદ અને લીવ રિઝર્વ પર રહેલા ડી.એન.ચુડાસમાને એસઓજી શાખામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે સીપીઆઈ ડાકોર ખાલી પડેલ જગ્યાનો વધારાનો હવાલો મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ. જે. ભટ્ટને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
નડિયાદ ટાઉનમા 3 PSI આવ્યા
આ ઉપરાંત 20 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીમાં જોઈએ તો ચકલાસી પોલીસ સ્ટેશનના વી.એ.શાહને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કઠલાલ પોલીસ સ્ટેશનના બી.એમ. માળીને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં, ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના એચ.એ.રિષિનને નડિયાદ ટાઉન પોલીસમાં, ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના એચ.આર.પ્રજાપતિને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં, ઠાસરા પોલીસ સ્ટેશનના કે.આર. દરજીને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, વસો પોલીસ સ્ટેશનના એચ.જે. રાઠોડને IUCAW યુનિટમાં, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના જે. કે. રાણાને સેકન્ડ પોસઈ કઠલાલ પોલીસ સ્ટેશનમાં, ડાકોર પોલીસ સ્ટેશનના પી.બી. ચૌહાણને પોલીસ અધિક્ષકની કચેરી રીડર શાખામાં, જિલ્લા ટ્રાફિક શાખાના જે.વી. વાઢીયાને એલસીબી શાખામાં બદલી કરાઇ.
આ ઉપરાંત મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં એસ. આર. ભરવાડને ઠાસરા પોલીસ સ્ટેશનમાં, મહેમદાવાદ પોલીસ સ્ટેશનના ડી.બી. રાઓલને સિનિયર પોસઈ કપડવંજ રૂરલા પોલીસ સ્ટેશનમાં, કઠલાલ પોલીસ સ્ટેશનના એમ.એમ દેસાઈને જિલ્લા ટ્રાફિક શાખામાં, IUCAW યુનિટના યુ.એચ.કાતરીયાને વસો પોલીસ સ્ટેશનમાં, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે.એસ.ચંપાવતને સિનિયર પોસઈ ચકલાસી પોલીસ સ્ટેશનમાં, આતરસુંબા પોલીસ સ્ટેશનના આર.ડી ચૌધરીને સિનિયર પોસઈ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના ડી.કે કટારાને સેકન્ડ પોસઈ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં, એલસીબી શાખાના હેતલ એમ. રબારીને માતર પોલીસ સ્ટેશનમાં, માતર પોલીસ સ્ટેશનના એમ.એસ અસારીને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના એ.ઓ.તિવારીને આતરસંબા પોલીસ સ્ટેશનમાં અને લીવ રીર્ઝવ પર રહેલા એસ.બી. દેસાઈને સિનિયર પોસઈ કઠલાલ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. આમ સાગમટે આતરિક બદલીઓથી પોલીસ બેડામા ખળભળાટ મચી જવા પામ્યો છે.