32 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી : LCBએ ધનસુરાના કમાલીયા અને શામળાજીન અણસોલ ગામમાં વિદેશી દારૂના ધમધમતા અડ્ડાનો પર્દાફાશ કર્યો


અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ધનસુરાના કમાલીયા ગામમાં રહેણાંક મકાનમાં સંતાડી રાખેલો 24 હજારનો અને શામળાજી નજીક આવેલા અણસોલ ગામમાં પ્રાથમિક શાળાની નજીક બંધ મકાનમાં સંગ્રહ કરેલો 1.54 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી એલસીબી પોલીસ ત્રાટકતા બંને બુટલેગરો ફરાર થઇ ગયા હતા એલસીબી પોલીસે ધનસુરા પોલીસ સ્ટેશન અને શામળાજી પોલીસ સ્ટેશનની નાક નીચે ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા કર્યા છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

સાબરકાંઠા એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ધનસુરા તાલુકાના કમાલીયા ગામમાં કાળું જુજાર ખાંટના ઘરે ત્રાટકી ઘરમાં ઘઉંના હુસેલના કોથળાની નીચે સંતાડી રાખેલ 24 હજારથી વધુના વિદેશી દારુની બોટલ-ટીન-166 જપ્ત કરી ફરાર બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજીના અણસોલ ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા મહેન્દ્ર રણછોડ નિનામાના બંધ મકાનમાં રેડ કરી ઘરમાંથી 1.54 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!