સ્ટાર્ટ-અપ, ઈ-ગવર્નન્સ અને ઈલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગ ડિજિટલ ઈન્ડિયાનો પાયો છે અને તેમાં ગુજરાત અગ્રેસર છે એમ મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા ખાતે યોજાયેલા “ગરવી ગુજરાત 2022 મેગા એક્ઝિબિશન” ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આવા સાયન્ટિફિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રીએ યુવાનો-ઉદ્યમીઓ માટે મહત્વના એવા એક્ષ્પોના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સ્ટાર્ટ-અપ, ઈ-ગવર્નન્સ અને ઈલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગ ડિજિટલ ઈન્ડિયાનો પાયો – મુખ્યમંત્રી
ત્રણેય ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર – મુખ્યમંત્રી
ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ત્રીજી વાર “બેસ્ટ પર્ફોમર સ્ટેટ – મુખ્યમંત્રી
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત અવ્વલ – મુખ્યમંત્રી
નાગરિકોને ડિજિટલ એક્ષ્પોની મુલાકાત લેવાનો મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ
ગાંધીનગર ખાતેનો ડિજિટલ એક્ષ્પો 11 જુલાઈ સુધી ચાલશેAdvertisement
ગુજરાત ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન છે અને તેથી જ તાજેતરમાં જાહેર થયેલ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અવ્વલ અને સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં સતત ત્રીજીવખત પ્રથમ આવ્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રુપાલા, ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ જુગલજી લોખંડવાલા, સાંસદ શારદાબેન પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.