32 C
Ahmedabad
Saturday, May 25, 2024

કિશન’લીલા’ પર ‘પ્રકાશ’ પાડતો વીડિયો વાઈરલ, 50 હજાર આપો અને ગાડી કાઢવાનો અરવલ્લી ખાણ-ખનીજ વિભાગનો ખેલ…!!


અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજ કચેરી એટલે અધિકારીઓની રસ-મલાઈ, 50 હજાર આપો અને 20 ગાડીઓ કાઢો, વીડિયો વાઈરલ

Advertisement

ખાણ-ખનીજ વિભાગમાં કંઇ ચાલતું નથી તેવા બણગાં ફૂંકતા અધિકારીઓની પોલ ખુલશે કે શું.. ?

Advertisement

માત્ર ગણેલી ગાડીઓ પકડીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ

Advertisement

વીડિયો વાઈરલ થતાં ખાણ-ખનીજ વિભાગની છવી સામે આવી

Advertisement

અરવલ્લી જિલ્લો એટલે અધિકારીઓ માટે રોકડી કરવાનું એક માત્ર એ.પી. સેન્ટર. મોટા ભાગની કચેરીઓના ભ્રષ્ટ અધિકારીઓ માત્ર રોકડી કરવા માટે જ આવતા હોય તેવું લાગે છે અને પાછા ઇસ્ત્રી ટાઈટ કપડામાં મોટી વાતો કરે કે આપણે ત્યાં તો આવું કંઇ ચાલતું જ નથી. પંચાયત વિભાગ હોય કે, ખાણ-ખનીજ વિભાગ, રેવન્યુ વિભાગ હોય કે, પાણી પુરવઠા વિભાગ તમામ કચેરીઓના કામોમાં ક્યાંક ઉણપ જોવા મળે અને તે માત્રને માત્ર ભ્રષ્ટાચારથી જ શક્ય બનતું હોય છે. હવે એક એવો પુરાવો સામે આવ્યો છે કે, ખાણ-ખનીજ વિભાગની આખીય પોલ ખોલી નાખશે. એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં ત્રીજી વ્યક્તિ કબૂલ કરી રહ્યો છે કે, 50 હજાર આપો એટલે તમારી ગાડી કોઇ નહીં રોકી શકે.

Advertisement

ખાનગી વ્યક્તિ રાખીને ગાડીઓ કાઢવાનો મસ્ત મોટો ખેલ

Advertisement

ગાડી કઢાવનાર વચેટિયાને 1000 રૂપિયા આપીને રોકડી કરવાનો મસ્ત મોટો ખેલ…!!

Advertisement

હજુ કેટલાય સરકારી બાબુઓ આવા ભ્રષ્ટાચારમાં ડૂબ્યા તે એક સવાલ..

Advertisement
વાઈરલ વીડિયોમાં ત્રીજી વ્યક્તિની વાતચીતના કેટલાક અંશ

પ્રકાશભાઈ મારા હાથ નીચે કામ કરે છે, હું કઈ દઈશ એટલે બસ
પ્રકાશભાઈ અને કિશનિયો અમારા ત્રણેયનો
પ્રકાશભાઈ દંતાણી, કિશન અને ત્રીજી વ્યક્તિને સાચવો એટલે બધુ થઇ જશે
સાહેબો મને 500 રૂપિયા આપે છે : વીડિયોમાં ત્રીજી વ્યક્તિની કબૂલાત

Advertisement
વાઈરલ વીડિયો (Mera Gujarat વીડિયોની પુષ્ટી નથી કરતું)

અરવલ્લી જિલ્લાની ખાણ-ખનીજ વિભાગ કચેરી કેટલાય સમયથી અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોવાની બૂમો ઉઠતી હતો, પણ અધિકારીઓ અને કર્મચારીઓના મુખે એક જ વાત અમારે આવું કંઇ ચાલતું જ નથી, પણ હવે વીડિયો વાઈરલ થતાં અરવલ્લી જિલ્લા ખાણી-ખનીજ વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ચુનો લગાવી પોતાના ખિસ્સા ભરતા આવા ભ્રષ્ટાચારી બાબુઓ સામે કાર્યવાહી થવું જોઇએ તે જરૂરી છે.

Advertisement

ખાણ-ખનીજ વિભાગમાં આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનો દબદબો…!!!

Advertisement

આઉટસોર્સ અને  કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના ખભે બંદૂક રાખ ભ્રષ્ચાચારનો ખેલ પડતા અધિકારી

Advertisement

ભ્રષ્ટ સરકારી બાબુઓ ડંફાશ મારી આખા જિલ્લા સેવા સદનમાં બુમો પડાતા હતા.. પણ પાપ છાપરે ચઢી પોકાર્યું..!!!

Advertisement

અરવલ્લી જિલ્લા ખાણ-ખનીજ વિભાગ એ ભ્રષ્ટાચારનું હબ બની ગયું હોય તેવું હવે આ વીડિયો વાઈરલ થયા પછી ખ્યાલ આવે છે. આ બાબતે ગુજરાત ACB ની ટીમ અને વીજિલન્સની ટીમ દ્વારા તપાસ થઇ જોઇએ તો જ આવા સરકારી ભ્રષ્ટ બાબુઓ પર લગામ લાગી શકશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!