43 C
Ahmedabad
Saturday, May 18, 2024

લકઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી : ઇસરી પોલીસે પાલ્લા રોડ પર વેન્ટો કારમાંથી 72 હજારનો દારૂ ઝડપ્યો , બે ખેપીયા ફરાર


અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરોના નિતનવા નુસ્ખાને નિષ્ફ્ળ બનાવી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે ઇસરી પોલીસે પાલ્લા (કદવાડા) ગામ નજીક રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સહીત 3.72 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કાર બિનવારસી રોડ પર મૂકી રફુચક્કર બે ખેપિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

ઇસરી પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને જોડતા અંતરિયાળ માર્ગો પર સઘન પેટ્રોલિંગ હાથધરી બાતમીદારોને સક્રિય કરતા રાજસ્થાન તરફથી વેન્ટો કારમાં વિદેશી દારૂ ભરી પસાર થવાની બાતમી મળતા પોલીસે પાલ્લા (કદવાડા) નજીક નાકાબંધી કરતા વેન્ટો કારમાં દારૂ ભરી પસાર થતા બુટલેગરો કાર રોડ પર મૂકી ફરાર થઇ ગયા હતા.

Advertisement

ઇસરી પોલીસ રોડ પર ઉભેલી કારમાંથી વિવિધ બ્રાન્ડનાં બિયર ટીન અને ક્વાંટરીયા નંગ-480 કીં.રૂ.72 હજારનો જથ્થો જપ્ત કરી વીદેશી દારૂ,કાર મળી કુલ.રૂ.3.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!