અરવલ્લી જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે આ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાય છે તો બીજી બાજુ ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ગંદકી એ ઘર કર્યા છે. મોડાસા શહેરના હંગામી બસ સ્ટેશનમાં પાણી ભરાઇ જવાને કારણે મુસાફરો હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. હંગામી બસ સ્ટેશનના મેદાનમાં પાણીઓ ઓસરી જતા હવે મુસાફરોએ ક્યાં ચાલવું તે સમસ્યા સર્જાય છે. ઠેર ઠેર કાદવ-કીચડ અને પાણીના ખાબોચિયા ને કારણે મુસાફરો એ ચાલવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એસ.ટી. તંત્ર દ્વારા મુસાફરો માટે ચાલી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી તે જરૂરી છે. લાંબા સમયથી આઇકૉનિક બસ પૉર્ટલનું કામ ગોકળ ગતિએ ચાલતા મુસાફરોએ હાલાકીઓ ભોગવવી પડી રહી છે. હવે સવાલ એ થાય છે કે, મોડાસાનું આઇકૉનિક બસ પૉર્ટ ક્યારે શરૂ થાય છે તેના પર સૌની નજર છે, કારણ કે જ્યાં સુધી બસ પૉર્ટલ શરૂ નહીં થાય ત્યાં સુધી તો હાલાકીઓ તો ભોગવવી જ રહી.