મેઘરજ તાલુકાના ઇસરી ગામે BOB શાખાની રાષ્ટ્રીયકૃત બેન્ક આવેલી છે જેમાં ઇસરી તેમજ આજુબાજુ વિસ્તારના 40 હજારથી વધુ ગ્રાહકો પોતાનું એકાઉન્ટ ધરાવે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી નાણાકીય વ્યવહારો અંગે અપૂરતા સ્ટાફના અભાવે ગ્રાહકોને વારંવાર કામ ન થવાના લીધે ધરમધક્કા ખાવાનો વારો આવે છે એક બાજુ દેશ ડિજિટલ ક્રાંતિ તરફ હરણફાર ભરી રહ્યો છે ત્યારે ઇસરી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના BOB શાખાના ખાતેદારો બેન્ક ના વહીવટી સ્ટાફ સાથે પ્રાદેશિક ભાષાની ઓછી સમજણ ને પગલે મામૂલી કાર્ય પૂરું કરવા અને સમજવામાં ભાષા સમજની મોટી હાડમારી ભોગવી રહ્યા છે જો આ વિસ્તારની શાખામાં ગુજરાતી ભાષાની સંપૂર્ણ સમજ ધરાવતો સ્ટાફ મુકાય તો જનતાના ગણા કામો ઝડપથી પાર પડાય તેમ છે થોડા સમય પહેલા બેન્ક મેનેજર ની બદલી થયેલ હોવાથી ખાલી પડેલ બેન્ક મેનેજર ની જગ્યા ભરાયેલ નથી જે આવડી જવાબદાર શાખાના વહીવટ અને શરમજનક બાબતે ગણી શકાય છે ગામની મધ્યમમા મુખ્ય માર્ગ પર આવેલી આ શાખામાં પ્રજાને દિવસ દરમિયાન ખુબ ઘસારો રહેતો હોવાથી ટ્રાફિક સમસ્યા પણ ખુબજ ગંભીર સર્જાય છે મેઘરજ તાલુકા મથકની બીજા નંબરની મોટી આ ઇસરી શાખામાં પ્રજાને પડતી પારાવાર મુશ્કેલીઓ સઁદર્ભએ વહીવટી તંત્ર બેન્કિંગ ક્ષેત્રે પ્રજાને પૂરતો ન્યાય અને સહિયોગ મળે એ બાબતે વિચારી ભાષા સમજની ક્ષતી નિવારવા અને મેનેજરની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ભરાય એવું આ વિસ્તારના તમામ ખાતા ધારકો ઇચ્છી રહ્યા છે