42 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મેઘરજના નારણપુરા ગામના ત્રણ શખ્સોએ ગોઢકુલ્લા ગામના યુવક પર તૂટી પડ્યા, હવે રસ્તા પરથી નીકળીશ તો જીવતો કાપી નાખીશ


મેઘરજના નારણપુરા ગામ નજીકથી પસાર થતા ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામના યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કરી ગડદાપાટુનો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી ગોઢકુલ્લા ગામનો યુવક તેની સાસરી છીટાદરા જતા રસ્તામાં નારણપુરાના ત્રણ શખ્સોએ ઢોર માર મારતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે સમગ્ર ઘટના અંગે ઇસરી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement

ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામનો વિજય રમેશભાઈ કટારા નામનો યુવક તેની સાસરી છીટાદરા કામકાજ અર્થે જવા નીકળતા રસ્તામાં નારણપુરા ગામના વિપુલ જયંતિ સુવેરા અને સંજય અમરત સુવેરા તેમજ મહેશ વિશ્રામ સુવેરાનાએ આંતરી યુવકને ઢોર માર મારી લાકડી વડે હુમલો કરતા યુવક બચવા માટે બુમાબુમ કરતા આજુબાજુ થી લોકો દોડી આવતા ત્રણે હુમલાખોર યુવકો બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હુમલાનો ભોગ બનેલ યુવકને લોકોએ સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો

Advertisement

ઇસરી પોલીસે વિજય રમેશભાઈ કટારાની ફરિયાદના આધારે 1) વિપુલ જયંતિ સુવેરા, 2)સંજય અમરત સુવેરા તેમજ 3) મહેશ વિશ્રામ સુવેરા સામે ઇ.પી.કો.કલમ-323,504,506(2),114 તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!