34 C
Ahmedabad
Friday, May 24, 2024

એસ.ટી.તંત્રની બેદરકારી : લો બોલો ડ્રાઇવર બસ ચલાવે કે પછી વરસતા વરસાદમાં વાઈપર બની કાચ સાફ કરે, ડ્રાઇવર કાચ સાફ કરતો વિડીયો


ધોધમાર વરસાદમાં મેઘરજ ખંભાળિયા બસનો ડ્રાઇવર વાઈપર કામ ન કરતા વારંવાર બસનો કાચ સાફ કરી બસ ચલાવવા મજબુર બન્યો

Advertisement

એક જાગૃત મુસાફરે ડ્રાઇવરને બસ ચલાવવામાં પડતી મુશ્કેલીનો વિડીયો ઉતારી ગાઢ નિંદ્રામાં રહેલા અધિકારીઓને ઉઠાડવા વાયરલ કર્યો.. જૂઓ VIDEO

Advertisement

Advertisement

બસમાં બેઠેલા પેસેન્જરોએ બસ ડ્રાઇવરની સરાહના કરી પ્રોત્સાહિત કર્યો

Advertisement

સલામત સવારી એસટી અમારી આ સૂત્ર રાજ્ય સરકારની બસો એટલે કે એસટી નિગમનું છે આ સૂત્ર સાથે રાજ્ય સરકાર એસટી બસ સેવાને પ્રમોટ કરે છે ત્યારે એસટી તંત્રની બેદરકારી વારંવાર બહાર આવતી હોય છે એસટી બસોની સમયસર મરામત ન થતા અનેક વાર રસ્તામાં ખોટકાઈ પડતી હોય છે રાજ્યમાં ચોમાસુ શરૂ થાય તે પહેલા એસટી નિગમ દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન બનાવી તમામ બસની યોગ્ય જાળવણી કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આ ગ્રાન્ટ માંથી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ખિસ્સા ભરી રહ્યા હોવાની બૂમો ઉઠતી રહી છે અને પ્રિમોનસૂન કામગીરી અંતર્ગત વાઈપર અને તૂટેલા કાચ બદલવામાં આવતા નથી

Advertisement

હાલ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે ત્યારે મેઘરજ ખંભાળિયા બસનું વાઈપર કામ કરતુ ન હોવાથી ડ્રાઇવરને બસ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતા ડ્રાઇવર થોડી થોડી વારે વરસતા વરસાદમાં રૂમાલથી કાચ સાફ કરવા મજબુર બન્યો હતો

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા એસટી ડેપોની બસમાં પ્રિ મોન્સૂન રીપેરીંગના કામમાં ભારે વેઠ ઉતારવામાં આવતી હોવાથી કેટલીક બસના વાઈપર બંધ હાલતમાં અથવા તૂટેલી હાલતમાં હોવાનું તેમજ એસટી બસના બારીના કાચ પણ તૂટેલા હોવાથી એસટી કર્મચારીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!