43 C
Ahmedabad
Saturday, May 18, 2024

ગુજરાતી ફિલ્મી ઇન્ડસ્ટ્રીના ઈતિહાસમાં 40 કરોડની એક્શન થ્રીલર RAADO ની સ્ટારકાસ્ટ ગોધરા પહોંચી, સેલ્ફી લેવા ચાહકોમાં ઉત્સાહ


એક્શન થ્રીલર ગુજરાતી ફિલ્મ RAADO ની સ્ટારકાસ્ટ ગોધરા પહોંચી, ચાહકોમાં ઉત્સાહ

Advertisement

શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત એક્શનથી ભરપુર થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો” 22 જુલાઇના રોજ ગુજરાત સહિત દેશભરના થિયેટર્સમાં રીલિઝ થવા જઇ રહી છે.જેના લઈને ફિલ્મ મેકર્સ અને સ્ટારકાસ્ટ દ્વારા ગુજરાતમાં પ્રમોશન કરવામા આવી રહ્યુ છે.ગોધરા ખાતે આવેલા રાજાઈ સ્કે્વર ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ આવી પહોચી હતી.ફિલ્મનું પ્રમોશન કર્યુ હતુ. ફિલ્મના કલાકારો હિતેનકુમાર,યશ સોની,નિકીતા ભાડલા,તર્જની ભાડલાએ ચાહકોનું અભિવાદન પણ ઝીલ્યુ હતુ.

Advertisement

ફિલ્મ ‘નાડી દોષ’ મળેલા જબરજસ્ત પ્રતિસાદ પછી, દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક હવે તેમની ફિલ્મ ‘રાડો’નુ ટ્રેલરે ભારે ઉત્સાહ જગાવી દીધો છે. સાથે સાથે સારો પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલરમાં મર્ડર મિસ્ટ્રીની સાથે પોલિટિકલ ડ્રામા પણ બતાવવામાં આવ્યો છે. તે કેટલાક પાવર-પેક્ડ એક્શન અને સંવાદો દર્શાવે છે જે ચોક્કસપણે ફિલ્મ પ્રેમીઓને છેલ્લી ઘડી સુધી તેમની બેઠકો પર જકડી રાખશે.

Advertisement

આ પોલિટિકલ ક્રાઈમ ડ્રામા સ્ટાર્સ હિતુ કનોડિયા, હિતેન કુમાર, યશ સોની, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નીલમ પંચાલ, દેવર્ષિ શાહ, પ્રાચી ઠાકર, ડેનિસા ઠુમરા, પ્રતિક રાઠોડ, રાજન ઠાકર, ચેતન દયા અને ગૌરાંગ આનંદ જેવા કલાકારો અભિનય કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ સારા કોન્ટેંટ પર ધ્યાન આપી રહ્યા છે. જેના પગલે અનેક વૈવિધ્યસભર કહાણી સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટરો સુધી આકર્ષી રહી છે.

Advertisement

રાડોની થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો” થિયેટરમાં રજુ થવા જઈ રહી છે. ફિલ્મ “રાડો”ના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.ગોધરા ખાતે ફિલ્મ પ્રમોશન માટે કલાકારો મોટી સંખ્યામાં ચાહકો જોઈને આભાર વ્યક્ત કર્યો હતો.અને ફિલ્મ જોવા અનુરોઘ કર્યો હતો.આ ગુજરાતી ફિલ્મ ઈતિહાસની 40 કરોડ જેટલા બજેટમાં બનેલી આ પ્રથમ ફિલ્મ છે, ફિલ્મના કલાકાર યશ સોની અને હિતેન કુમાર સાથે ચાહકોએ સેલ્ફી પડાવી હતી. સાથે પત્રકાર પરિષદમા પણ ફિલ્મ વિશેની માહિતી આપી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!