42 C
Ahmedabad
Saturday, May 18, 2024

ડાંગ જિલ્લામાં સાંબેલાધાર : 24 કલાકમાં 6 ઇંચ વરસાદ, 17 માર્ગો પર પાણી ભરાયા, 24 ગામ અસરગ્રસ્ત


ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એવા ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ રહ્યા છે, મૃત બનેલા ધોધ જીવંત થયા છે તો નદીઓમાં નવા નીર આવ્યા છે.

Advertisement

જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન 180 મી.મી. એટલે કે મોસમનો કુલ વરસાદ ૫૮૨ મી.મી.વરસ્યો છે. વઘઇમાં 160 મી.મી., સુબિર તાલુકામાં 141 મી.મી., અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો 105 મળી જિલ્લામા કુલ 586 મી.મી. વરસાદ નોંધાતા છે, અહીં સરેરાશ 146.5 મી.મી. જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો કુલ વરસાદ 2195 મી.મી. એટલે કે સરેરાશ 548.75 મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.

Advertisement


ભારે વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના 17 જેટલા માર્ગો, અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.

Advertisement

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્ગો

Advertisement
  1. સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ,
  2. બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ,
  3. ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ,
  4. બારીપાડા-રાનપાડા-ભાપખલ રોડ,
  5. ચીકટિયા-ગાઢવી રોડ,
  6. કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ,
  7. ઢાઢરા વી.એ.રોડ,
  8. આંબાપાડા વી.એ.રોડ,
  9. ખાતળ ફાટક થી ઘોડી રોડ,
  10. કુડકસ-કોશિમપપાતળ રોડ,
  11. સુસરદા વી.એ.રોડ,
  12. ચીખલદા વી.એ.રોડ,
  13. આહેરડી-બોરદહાડ રોડ,
  14. નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ,
  15. માછળી-ચીખલા-દિવડયાવન રોડ,
  16. વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, અને
  17. ઘોડવહળ વી.એ.રોડ

આ માર્ગો બંધ થવાથી 24 ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે. વહીવટી તંત્રે વાહનચાલકોને આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

Advertisement

અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો

Advertisement

 

Advertisement
View this post on Instagram

 

Advertisement

A post shared by Mera Gujarat (@meragujarat)

Advertisement

Advertisement

ડુંગરાળ અને ખડકાળ વિસ્તારમા આવેલા ડાંગ જિલ્લામા ભારે વરસાદને કારણે ઠેર ઠેર ઘાટ માર્ગમા ભેખડો સાથે કાળમીંઢ શિલાઓ, વૃક્ષો, માટી, તથા મલબો રોડ ઉપર ધસી પડ્યો હતો. જેને સતત એલર્ટ રહેલા તંત્રે ગણતરીના કલાકોમા દૂર કરી, માર્ગો ખુલ્લા કર્યા હતા.

Advertisement

ચોમાસામા ખીલી ઉઠતી ડાંગની પ્રકૃતિના અણમોલ નજારાને માણવા, અને ડાંગની સુંદરતાને મનભરીને જોવા માટે, પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓના ટોળેટોળા ડાંગ તરફ આવતા હોય છે. ત્યારે અહીં કોઈ અનિચ્છનિય બનાવ ન બને, અને જાહેર માર્ગો ઉપર યાતાયાત નિર્વિઘ્ને ચાલુ રહે તે માટે કલેકટર શ્રી ભાવિન પંડ્યાની નિગરાની હેઠળ સ્થાનિક પોલીસ તંત્ર જહેમત ઉઠાવી રહ્યુ છે.

Advertisement

કલેકટર ભાવિન પંડ્યાએ પણ પર્યટકોને, વન વિસ્તારમા નદી, નાળા, જળધોધ પાસે જોખમી રીતે સેલ્ફી અને ફોટોગ્રાફી ન કરવાની અપીલ કરવા સાથે, જાહેર માર્ગો ઉપર આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, તથા ગફલતભરી રીતે વાહનો નહિ હંકારવાની તાકીદ કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!