42 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : ભિલોડાના કલ્યાણપુરા ગામે લાખોની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી..!!!


ભિલોડાના કલ્યાણપુર ગામમાં કિં. રૂ. 1,40,000/- ની માલમત્તાની લૂંટ ચલાવી આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કલ્યાણપુર ગામમાં આશરે 100 થી વધુ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂ રચી હાથમાં લાકડી,તલવાર સહિત ધારીયા જેવા ધાતક હથિયારો ધારણ કરીને મહિલાના તંબુમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને મહિલાની છેડતી કરીને બિભત્સ અપશબ્દો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો.

Advertisement

Advertisement

અરૂણાબેન કમલેશભાઈ ગામેતીના ગળામાં પહેરેલ એક તોલા નો સોના નો દોરો કિં. રૂ. 50,000/- નો તોડી લઈ અને એક થેલામાં ખેતીના કામકાજ માટે રાખેલા રૂ. 90,000/- રોકડા સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 1,40,000/- લૂંટ ચલાવી આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયાર બંધી જાહેરનામા નો સરેઆમ ભંગ કરીને આરોપીઓ ભાગી છૂટયા હતા.

Advertisement

Advertisement

કલ્યાણપુર ગામના અરૂણાબેન કમલેશભાઈ ગામેતીએ 32 આરોપીઓ સહિત આશરે 100 વ્યકિતના ટોંળા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ , એમ.જી.વસાવાએ આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!