32 C
Ahmedabad
Monday, May 13, 2024

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસની કામગીરીથી બાળક ખુશી થી ઝુમી ઉઠ્યો,પોલીસનો આભાર માન્યો એવું તો શું બન્યું….!! વાંચો


SP સંજય ખરાત, PI મુકેશ તોમર અને ટાઉન પોલીસની કામગીરીની સરાહના કરી

Advertisement

SP સંજય ખરાતને મોબાઈલ પર સાયકલ ચોરીની પરિવારના મોભીએ અરજી આપી ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં સાયકલ શોધી

Advertisement

અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારનો એક પરીવાર તેમના બાળકના ઉચ્ચ અભ્યાસ માટે થોડા દિવસ અગાઉ મોડાસા શહેરમાં રહેવા આવ્યો છે પરિવાર માટે પ્રથમ ઘાસે મક્ષિકાની જેમ બાળકના અભ્યાસ માટે લાવવામાં આવેલી સ્પોર્ટ્સ સાયકલ ઘર આગળથી ચોરી થઇ જતા પરિવાર અને બાળક પણ અચંબિત બન્યું હતું આ અંગે ટાઉન પોલીસને જાણ કરતા નેત્રમ કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં પોલીસ સાયકલ શોધી આપતા બાળક પોતાની ચોરી થયેલ સાયકલ પરત મળતા ખુશી થી ઝુમી ઉઠ્યો હતો પોલીસની ઇચ્છાશક્તિ હોય તો રૂ માંથી સોય પણ ગોતી લાવતી હોય છે.

Advertisement

Advertisement

મોડાસા શહેરમાં ગત સપ્તાહમાં એક પરિવાર તેમના બાળકના અભ્યાસ માટે રહેવા આવ્યો છે રવિવારે પરિવાર કામકાજ અર્થે બે કલાક માટે બહાર જતા ઘરના વરંડામાં પાર્ક કરેલ સાયકલ ચોરી થતા ઘરે પરત આવતા ઘરના વરંડામાં પાર્ક કરેલી સ્પોર્ટ્સ સાયકલની ચોરી થતા બાળક ભારે નિરાશ થઇ ગયો હતો ધોળે દહાડે સાયકલ ચોરાતા પરિવારના મોભી સહીત સોસાયટીના ચાલકો પણ ચિંતિત બન્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા ટાઉન પોલીસની ટીમે નેત્રમ કેમેરાની મદદથી ચોરી કરનાર શખ્સને ઝડપી લીધો હતો અને ચોરી થયેલ સાયકલ રિકવર કરી હતી.

Advertisement

Advertisement

ટાઉન પોલીસે બાળક અને તેના પિતાને ચોરી થયેલ સાયકલ શોધી સુપ્રત કરતા બાળક આનંદિત બન્યો હતો બાળકના પિતાએ ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કરી PI તોમરે બાળક અને તેના પિતાને કોફી પણ પીવડાવતા પોલીસ પરિવાર જેવો અહેસાસ અનુભવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!