36 C
Ahmedabad
Sunday, April 28, 2024

Monsoon : છોટાઉદેપુરમાં સાંબેલાધાર, બોડેલીમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, મકાનો જળ સમાધી, ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ


સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં વરાસદની ધમાકેદાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં સરેરાશ 11 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને લઇને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપેરશન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

છોટા ઉદેપુર જિલ્લામાં સવારના 6 વાગ્યાં થી સાંજ નાં 6 વાગ્યા સુધીમાં વરસાદની વાત કરવામાં આવે તો, છોટા ઉદેપુર તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસ્યો જ્યારે, જેતપુરા પાવીમાં 10 ઇંચ, સંખેડા 05 ઇંચ, નસવાજી – 3 ઇંચ, બોડેલી 17 ઇંચ જ્યારે કવાટમાં 11 ઇંચ વરસાદથી ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે.

Advertisement

છોટા ઉદેપર જિલ્લાના બોડેલીમાં સૌથી વધારે 17 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, મકાનો જળ સમાધી થયા છે, જેને લઇને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ કરવ SDRF ની 1 ટીમ જ્યારે ફાયર વિભાગની 1 ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

ફાયર વિભાગની ટીમે બોડેલીના દીવાન ફળિયું, વર્ધમાન સોસાયટી અને રજા નગર વિસ્તારમાંથી 40 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.

Advertisement

નસવાડી અને પાવીજેતપુર તાલુકા માં સ્થાનિક તરવૈયાની મદદથી બચાવ અને રાહત કાર્ય કરવામા આવી રહ્યું છે.

Advertisement

તો નસવાડી ના પલાસણી ગામના 100 મીટર પુલનો અપ્રોચ પુલના પેરાફીટ પર તિરાડો પડી જતાં પોલિસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, તકેદારીના ભાગરૂપે રસ્તા પર અવર-જવર બંધ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!