38 C
Ahmedabad
Thursday, May 2, 2024

Monsoon : 11 ઇંચ વરસાદમાં લખપત ડૂબ્યું, બે ડેમ ઓવરફ્લો, પુલ તૂટતા પાંચ ગામ સંપર્ક વિહોણા


કચ્છ જિલ્લાના છેવાડાના અને સરહદીય લખપત તાલુકામાં આ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ પધરામણી કરી હતી. ત્યારે શુક્રવારે વરસેલા અતિભારે વરસાદથી તાલુકામાં ક્યાંક મેઘરાજાની મહેર વર્તાઈ હતી તો ક્યાંક કહેર પણ જોવા મળી હતી. શુક્રવારે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદ બાદ બપોર વિરામ આપી મેઘરાજા સાંજે મન મૂકીને વરસ્યા હતા. બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન 22 મી.મી., 4 થી 6 દરમ્યાન 39 મી.મી. તો સાંજે 6 થી 8 દરમ્યાન ધોધમાર 135 મી.મી. વરસાદ વરસ્યો હતો. તો ત્યારબાદ પણ રત સુધીમાં 72 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ રીતે એક જ દિવસમાં 276 મી.મી. એટલે કે 11 ઇંચ વરસાદ સાથે તાલુકામાં આ સીઝન દરમ્યાન કુલ 438 મી.મી. વરસાદ નોંધાયો હતો.

Advertisement

Advertisement

લખપતમાં એક દિવસમાં જ 11 ઇંચ વરસાદથી તાલુકાના બે ડેમ ઓવરફ્લો થયા હતા. તાલુકામાં આવેલા ગોધાતડ અને સાનંધ્રો ડેમ ઓવરફ્લો થતાં તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તાલુકાના માધ્યમ સિંચાઇના બન્ને ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વર્ષમાં સિંચાઇ અને પીવા માટે પાણીની તંગી ઊભી નહીં થાય તેવું લોકો જણાવી રહ્યા છે. તો ડેમ ઓવરફ્લો થતાં ગોધાતડ ડેમ 0.05 મીટર સાથે ઓવરફ્લો ડેમની હાલની પરિસ્થિતિ 23 મિટરની છે.

Advertisement

સિંચાઇ ઇજનેરે આસપાસના કપુરાસી અને કોરિયાણી ગામ માટે ચેતવણી જાહેર કરી જિલ્લા વહીવટી તંત્રને સ્થાનિક લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપી હતી. બીજી તરફ, આ અતિભારે વરસાદના કારણે તાલુકાના બાલાપર ગામ પાસેનો પુલ તુટી પડતાં પુલિયા પરથી પસાર થઈ રહેલો ટ્રેલર પલટી મારી ગયો હતો. અતિભારે વરસાદના કારણે પુલ તૂટતાં આસપાસના પાંચ ગામોનો તાલુકાના મુખ્ય મથક વર્માનગર સાથે સંપર્ક તૂટ્યો હતો. તો પુલ તૂટતાં આસપાસના માલધારીઓએ પોતાનો દૂધ તાલુકા મથકે પહોંચાડવા એકબીજાની મદદ લઈ દૂધની ડિલિવરી પૂરી કરી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!