38 C
Ahmedabad
Monday, May 6, 2024

રાજસ્થાની બુટલેગરો બાઈક પર દારૂની ડીલેવરી આપવા નીકળ્યા : ઇસરી પોલીસે પાણીબાર ગામના રોડ પરથી દબોચી લીધા


અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે ઈસરી પોલીસે 72 કલાકમાં બે કાર અને બાઈક પરથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડી બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવી હતી ઈસરી પોલીસે પાણીબાર ગામ નજીક બાઈક પર 28 હજારથી વધુનો વિદેશી દારૂ ભરી પસાર થતા બે રાજસ્થાની બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Advertisement

Advertisement

ઇસરી પીએસઆઈ દેસાઈને પાણીબાર રોડ પરથી બાઈક પર વિદેશી દારૂની ખેપ થઇ રહી હોવાની બાતમી મળતા તાબડતોડ પાણીબાર રોડ પર વોચ ગોઠવી બાતમી આધારિત બાઈક આવતા અટકાવી તલાસી લેતા બાઈક પર થેલામાંથી વિદેશી દારૂ-ક્વાંટરીયા નંગ-177 કીં.રૂ.28500/- નો જથ્થો જપ્ત કરી બાઈક ચાલક હાજારામ પુનાજી હડાત અને અશોક જીવા ડામોર (બંને,રહે-રાજસ્થાન) ને દબોચી લઇ વિદેશી દારૂ, બાઈક અને મોબાઇલ મળી 61 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!