39 C
Ahmedabad
Friday, May 3, 2024

લબરમૂછિયા યુવકો અને સગીરોની ZER RAIDER બાઈક ચોર ગેંગને દબોચતી વિજયનગર પોલીસ : 4 બાઈક રિકવર કરી


વિજયનગર પોલીસે આંતરરાજય બાઈક ચોર ગેંગને દબોચી લીધી હતી ઝેર રાયડર નામની ગેંગમાં વિજયનગરનો એક યુવક અને રાજસ્થાનના એક યુવક તેમજ બે સગીરો ભેગા મળી બાઈક અને મૉપેડ ચોરી કરતા હતા પોલીસે બે યુવકો અને બે સગીર ચોરીની બાઈક અને મોપેડ સાથે ઝડપી પાડી ચોરી કરેલ 4 બાઈક સાથે 2.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

વિજયનગર પીએસઆઈ એલ.પી.રાણા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા નંબર પ્લેટ વગરની બાઈક અને મોપેડ પર પસાર થતા બે યુવક અને પાછળ બેઠેલા બે સગીરોને અટકાવી ચારેની પૂછપરછ કરતા ગલ્લાંતલ્લાં કરતા પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપમાં માં બાઈક અને મોપેડના ફોટા અપલોડ કરતા બંને વાહનો ચોરીના હોવાની જાણ થતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા બાઈક ચોર ગેંગ બનાવી ચોરી કર્યાની કબૂલાત કરતા પોલીસે અન્ય બે ચોરી કરેલ બાઈક પણ ઝેર રાઇડર ગેંગ પાસેથી જપ્ત કરી 4 બાઈક રિક્વ કરી 2.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 5 ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને આ ગેંગમાં સંકળાયેલ અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
INBOX :- ઝેર રાઇડર ગેંગના આરોપીના નામ વાંચો

Advertisement

1) પ્રવીણ ઉર્ફે પવનો ઉર્ફે ગોવિંદ મોચીભાઈ ગમાર (રહે,ખારીબેડી-વિજયનગર)

Advertisement

2)અર્જુન ઉર્ફે હરેશ જીવા ખોખરીયા (રહે,કોટડા,ઉદેપુર-રાજ)

Advertisement

3)કાયદાના સંઘર્ષમાં આવેલ બે રાજસ્થાની સગીર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!