28 C
Ahmedabad
Saturday, September 23, 2023

Gujarat Monsoon : નર્મદાના ડેડીયાપાડામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ : રાજ્યના 15 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ


રાજ્યના 138 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ :
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 42 ટકાથી વધુ વરસાદ

Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 42 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા રાજ્યના 15 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 123 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તારીખ 12 જુલાઇ 2022ના રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 75.20 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 52.38 ટકા, સૌરાષ્ટ્રમાં 43.75 ટકા, પૂર્વ ગુજરાતમાં 35.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં 23.43 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

Advertisement

આ ઉપરાંત રાજ્યના ડેડીયાપાડામાં તાલુકામાં 534 મિ.મી., તિલકવાડામાં 508 મિ.મી., ઉમરપાડામાં 427 મિ.મી, સાગબારામાં 422 મિ.મી, કપરાડામાં 401 મિ.મી, જાંબુઘોડામાં 385 મિ.મી, ગરૂડેશ્વરમાં 371 મિ.મી, નાંનોદમાં 345 મિ.મી, ડાંગમાં 323 મિ.મી, સુબીરમાં 295 મિ.મી, ઘરમપુરમાં 250 મિ.મી, ગોધરામાં 242 મિ.મી, ઉચ્છલ 234 મિ.મી, સોનગઢ 219 મિ.મી, માંગરોળ (સુરત) 204 મિ.મી, સંખેડા 185 મિ.મી, ઉમરગામ 184 મિ.મી, વઘઈ 169 મિ.મી, નસવાડી 165 મિ.મી, વાપી 158 મિ.મી, વલસાડ 143 મિ.મી, પારડી 139 મિ.મી, બોડેલી 136 મિ.મી, વાંસદા 129 મિ.મી, જોડીયા 120 મિ.મી, કોટડા સાંગાણી 116 મિ.મી, ધ્રોલ 115 મિ.મી, મહુવા અને નેત્રંગ 111 મિ.મી, ડોલવણ અને વ્યારા 108 મિ.મી, દાંતીવાડા 106 મિ.મી, અને મુંદ્રા 104 મિ.મી, એમ કુલ 33 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Advertisement

જયારે ડભોઈ તાલુકામાં 98 મિ.મી, સોજીત્રા 97 મિ.મી, ખેરગામ 94 મિ.મી, માંડવી (સુરત) 93 મિ.મી, વાલિયા 92 મિ.મી, જામનગર અને રાજકોટ 91 મિ.મી, લોધિકા 89 મિ.મી, શહેરા 88 મિ.મી, સિનોર 86 મિ.મી, ઝઘડિયા 85 મિ.મી, વાલોડ 85 મિ.મી, તારાપુર અને લુણાવાડા 84 મિ.મી, પલસાણા 82 મિ.મી, સંજેલી 80 મિ.મી, કરજણ 89 મિ.મી, ભરૂચ 77 મિ.મી, માંડવી (કચ્છ) અને લખપત 75 મિ.મી, માળિયા મિયાંણા 73 મિ.મી, ધનસુરા 70 મિ.મી, પેટલાદ 69 મિ.મી, અંકલેશ્વર અને ભાભર 68 મિ.મી, ટંકારા અને રાધનપુર 67 મિ.મી, વડોદરા 66 મિ.મી, અબડાસા 65 મિ.મી, સુરત શહેર અને પોશીના 64 મિ.મી, ચૂડા 63 મિ.મી, રાપર 61 મિ.મી, ઓલપાડ, થાનગઢ અને વીજાપુર 58 મિ.મી, છોટાઉદેપુર 57 મિ.મી, ગોંડલ અને બોડેલી 56, મિ.મી, કાલાવાડ અને ગિર ગઢડા 55 મિ.મી, વાગરા અને વાઘોડિયા 53 મિ.મી, ચીખલી, ગણદેવી, ખાંભા અને માંડલ 52 મિ.મી, ઉના અને પ્રાંતિજ 51 મિ.મી, જેતપુર પાવી અને બેચરાજી 50 મિ.મી એમ કુલ 51 તાલુકાઓમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 161 જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!